બોલીવુડના સફળ, હેન્ડસમ અને ફિટ અભિનેતા સુનિલ શેટ્ટીએ પોતાની કારકિર્દીમાં એકથી એક શાનદાર ફિલ્મો કરી છે. તે પોતાના અભિનયની સાથે સાથે પોતાના ડાઇલોગને લીધે પણ ખુબ જાણવામાં આવે છે.

એક સમયે અભિનેત્રી સોનાલી બેન્દ્રેના દીવાના રહેલા સુનિલ શેટ્ટીએ વર્ષ 1991માં માના દત્ત સાથે લગ્ન કર્યા હતા. આજે તેઓની દીકરી આથિયા શેટ્ટી છે, જે એક અભિનેત્રી છે અને દીકરો અહાન શેટ્ટી છે.

સુનિલ શેટ્ટી આગળના ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે છતાં પણ આલીશાન જીવન જીવે છે. ફિલ્મોથી દૂર રહીને સુનિલ ઘણા બિઝનેસ ચલાવે છે જેના દ્વારા તે કરોડોની કમાણી કરે છે. દેશથી લઈને વિદેશ સુધી સુનીલે ઘણી પ્રોપર્ટી ઈન્વેસ્ટ કરેલી છે.

સુનિલ શેટ્ટી મોટાભાગે પોતાના ફાર્મ હાઉસમાં પરિવાર સાથે સમય વિતાવે છે. સુનીલનું આ ફાર્મ હાઉસ એકદમ આલીશાન છે અને તે કોઈ મહેલથી કમ નથી.

સુનીલનું આ ફાર્મ હાઉસ મુંબઈની પાસેના હિલ સ્ટેશન ખંડાલામાં બનેલું છે જેમાં સુખ સુવિધાની તમામ વસ્તુઓ ઉપલબ્ધ છે.

પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખીને ફાર્મહાઉસમાં એક જિમ પણ બનાવ્યું છે જ્યાં સુનિલ વર્કઆઉટ કરે છે. પુરા બંગલાને પ્રોફેશનલ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો છે.

સુનિલ શેટ્ટીને કૂતરાઓનો પણ ખુબ જ શોખ છે અને તેના આ ફાર્મહાઉસ પર ઘણી જાતિના કુતરાઓ રાખવામા આવ્યા છે, સુનિલ પોતાના પાલતુ કુતરાઓ સાથે પણ સમય વિતાવે છે.

સુનીલની મુંબઈમાં ઘણી રેસ્ટોરેન્ટસ અને હોટેલ્સ છે જેના દ્વારા કરોડોની કમાણી થાય છે. સુનિલ મિશ્ચિફ ડાઇનિંગ બાર અને ક્લબ H2O ના માલિક છે, મુંબઈમાં તેની ઘણી બ્રાન્ચીસ પણ આવેલી છે. ક્લબ H2O સેલિબ્રિટીઝની સાથે સાથે સામાન્ય જનતા વચ્ચે પણ ખુબ જ લોકપ્રિય છે.

આ સિવાય તેમનું એક બુટિક પણ છે, જે એક કપડાની બ્રાન્ડ છે. આ સિવાય સુનિલ સેલિબ્રિટી ક્રિકેટ લીગની ટિમ મુંબઈ હીરોઝના કપ્તાન પણ છે. વિદેશોમાં પણ તેના ઘણા બિઝનેસ ચાલે છે. ફિલ્મો ન હોવા છતાં પણ આજે સુનિલ શેટ્ટી કરોડોના માલિક છે અને આલીશાન જીવન જીવે છે.