મનોરંજન

સુનિલ શેટ્ટી સાથે ઐશ્વર્યા રાઈની પહેલાની તસ્વીર થઇ રહી છે વાઇરલ, જાણો તેની પાછળની ચોંકાવનારી કહાની

આગળના ઘણા સમયથી બૉલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી અને અભિનેત્રી ઐશ્વર્યા રાઈની પહેલાની એક તસ્વીર વાઇરલ થઇ રહી છે. આ તસ્વીર વર્ષો પહેલાની છે જેમાં અન્ય લોકો પણ દેખાઈ રહ્યા છે.

Image Source

જણાવી દઈએ કે આ તસ્વીર વર્ષ 2000 માં બનેલી સુનિલ-ઐશ્વર્યાની એક ફિલ્મની છે, અને આ તસ્વીર તે જ ફિલ્મની શૂટિંગનો એક સીન છે. તસ્વીરમાં પરેશ રાવલ પણ દેખાઈ રહ્યા છે અને આ સિવાય એક વાંદરો પણ નીચે બેઠેલો દેખાઈ રહ્યો છે.

Image Source

એવામાં સવાલ એ ઉઠે છે કે આટલી જૂની તસ્વીર અત્યારે શા માટે વાઇરલ થઈ રહી છે, જો કે તેની પાછળ એક ખાસ કારણ જબવાબદાર છે. આ તસ્વીર સુનિલ શેટ્ટી અને ઐશ્વર્યા રાઈની ફિલ્મ ‘રાધે શ્યામ સીતા રામ’ની છે, ફિલ્મની મોટાભાગની શૂટિંગ પૂર્ણ થઇ ગઈ હતી પણ કોઈ કારણોને લીધે તે રિલીઝ થઇ શકી ન હતી.

Image Source

અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની તસ્વીર અનીસે જ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. અનીસે ફિલ્મની ક્ષણોને યાદ કરતા અને તસ્વીરને શેર કરવાની સાથે લખ્યું કે,”આ તસ્વીર ફિલ્મ રાધે શ્યામ સીતા રામ શૂટિંગના સમયની છે, જે કોઈ કારણોને લીધે રિલીઝ થઇ શકી ન હતી. ફિલ્મને ખુબ જ સુંદર રીતે બનાવી હતી જેમાં હીરો-હિરોઈનનો ડબલ રોલ હતો, મને વિશ્વાસ છે કે જો આ ફિલ્મ રિલીઝ થઇ શકી હોત તો લોકોને ખુબ પસંદ આવી શકે તેમ હતી”.

વર્ષો પછી અનીસ દ્વારા અનરિલીઝ ફિલ્મની તસ્વીર શેર થતા જ તે વાઇરલ થવા લાગી છે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં સુનિલ-ઐશ્વર્યા બંન્નેએ ડબર રોલ નિભાવ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks