મનોરંજન

લોકડાઉન દરમિયાન જમવાનું બનાવી રહ્યો હતો સુનિલ શેટ્ટી, આ કારણે પત્નીએ પકડ્યું માથું

હાલ દેશમાં લોકડાઉન સ્થિતિ જોવા મળી રહી છે. લોકડાઉનને કારણે સૌ ઘરમાં રહીને સમય પસાર કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન લોકડાઉન દરમિયાન બૉલીવુડના સિતારાઓ પણ ઘરમાં છે. સિતારાઓ ઘરમાં રહીને અલગ-અલગ રીતે વ્યસ્ત રાખી રહ્યા છે. આ દરમિયાન ઘણા સિતારાઓ સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. સિતારાઓ ફેન્સ માટે તસ્વીર અને વિડીયો શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty (@suniel.shetty) on

એક્ટર સુનિલ શેટ્ટીનો પણ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સુનિલ શેટ્ટી જમવાનું બનાવતો નજરે ચડે છે. લોકડાઉનમાં સુનિલ શેટ્ટી ઘરમાં જમવાનું બનાવી રહ્યો છે. આ સાથે જ અન્ય 2 લોકો મદદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

સુનિલ શેટ્ટી ભલે રસોઈ બનાવતા હોય પણ તેની પત્ની માના તેનું મોનિટરિંગ કરે છે. આ સાથે જ માના નિર્દેશ પણ આપી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે , સુનિલ શેટ્ટી જમવાનું બનાવતા-બનાવતા કુતરા સાથે પણ રમી રહ્યા છે. ત્યારે જ મોના કહે છે કે, મીઠું દે, હળદર આપ, ધાણાજીરું આપ. માનાને જયારે ખબર પડે છે કે, ધાણાજીરું નથી ત્યારે તે માથું પકડી લે છે.
જણાવી દઈએ કે, દેશમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સૌથી વધુ સમસ્યા ગરીબ અને રોજિંદા મજૂરોની છે. સુનીલ શેટ્ટીએ પણ તેમની મદદ માટે હાથ ફેલાવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty (@suniel.shetty) on

સુનિલ શેટ્ટીએ ટ્વીટ કર્યું હતું કે ‘આપણામાંથી કોઈએ ક્યારેય વિચાર્યું ન હોય કે આ દિવસ જોવો પડશે. તે આપણા પૈકી દરેકને અસર કરે છે અને કેટલાક માટે આ અસર ખૂબ જ મુશ્કેલ છે. જે લોકો 10×10 ફુટના ઓરડામાં રહે છે. તેના માટે સેનિટાઇઝરના પહોંચથી દૂર છે અને સામાન્ય ખોરાક પણ તેમના માટે વધુને વધુ મુશ્કેલ બની રહ્યો છે. આ સમયે જણાવવું જોઈએ કે, અમે તમારી સાથે છીએ. ગરીબ પરિવારને મદદ કરવી જોઈએ. આપણે સેવ ધ ચિલ્ડ્રન ઇન્ડિયાનેને સુનિશ્ચિત કરવા જોઈએ કે, આ બધું જ ડેન રાહત કાર્યમાં વાપરીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Suniel Shetty (@suniel.shetty) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.