અજબગજબ ખબર જાણવા જેવું

શા કારણે રાખવામાં આવે છે રવિવારે રજા? કારણ જાણીને તમને પણ નવાઈ લાગશે, આ વ્યક્તિનો છે ખુબ મોટો હાથ

આ માણસના લીધે રવિવારના દિવસે રહેવા લાગી હતી રજા, જાણો રસપ્રદ વાત

રજા હોવી નાના બાળકથી લઈને મોટા સુધી તમામને ગમતું હોય છે. જો કે હાલમાં લોકડાઉનના કારણે લોકો રજાથી પણ કંટાળી ગયા છે. પરંતુ રજાનું એક આગવું મહત્વ છે. અઠવાડિયામાં એક દિવસ એવો આવે છે જે દિવસે રજા હોય છે અને તે છે રવિવારનો દિવસ, હવે આપણા મનમાં એક પ્રશ્ન કાયમ રહેતો હશે કે રવિવારના દિવસે જ કેમ રજા રાખવામાં આવતી હોય છે? બીજા કોઈ દિવસે કેમ નહીં? તો તેની પાછળ પણ કારણ છુપાયેલું છે જે આજે અમે તમને જણાવીશું.

Image Source

આઝાદી પહેલા રવિવારની રજાનો ઇતિહાસ:
રવિવારની રજાનો ઇતિહાસ તો આઝાદી પહેલાનો છે અને રવિવારની રજા પાછળ તો ઘણી વાર્તાઓ રહેલી છે. પરંતુ ભારતની અંદર એક વ્યક્તિની વાર્તા ખુબ જ પ્રચલિત છે. એ વ્યક્તિને સન્માન આપવા માટે ભારત સરકારે વર્ષ 2005માં પોસ્ટલ ટિકિટ ઉપર તેમની તસ્વીર પણ છાપી હતી. ભારતની અંદર અંગ્રેજી કેલેન્ડરને માનવામાં આવે છે. અંગ્રેજો રવિવારે રજા રાખતા હતા જેના કારણે ભારતમાં પણ આજ દિવસે રજા રાખવામાં આવે છે.

Image Source

શા કારણે અંગ્રેજો રાખતા હતા રવિવારે રજા?:
ઈસાઈયોનું માનવું છે કે તેમના ભગવાન ઇસા મસીહાને સુળી ઉપર લટકાવ્યા બાદ તે રવિવારના દિવસે પાછા જીવતા થઇ ગયા હતા. જેના કારણે ઈસાઈ ધર્મને માનવા વાળા રવિવારના દિવસે ચર્ચમાં જાય છે અને રવિવાર મનાવે છે. થોડા સમય બાદ આ દિવસને રજાના રૂપમાં મનાવવામાં આવ્યો અને અધિકારીક રીતે 1843માં તેને માન્યતા પણ મળી ગઈ.

Image Source

મેઘાજી લોખંડેના નૈતૃત્વમાં મજૂરોએ માંગી હતી રજા:
સન 1857માં આવેલી એક ક્રાંતિએ ભારતના લોકોને વિશ્વાસ અપાવ્યો કે તે સાચા અને ખોટા વિરુદ્ધ પોતાનો અવાજ ઉઠાવી શકે છે. એ સમયે લોકોને કામના કારણે ઘણી જ મુશ્કેલીઓ થતી હતી. તે અઠવાડિયાના સાત દિવસ કામ કરતા હતા. અંગ્રેજોના સાશન દરમિયાન રજાનું કોઈ પ્રાવધાન હતું નહીં. તેના વિરોધમાં 1883માં મેઘાજી લોખંડેના નૈતૃત્વમાં અઠવાડિયામાં એક દિવસ રજા માંગી અને ત્યારથી આ આંદોલન શરૂ થયું.

Image Source

1890માં ભારતરમાં રવિવારના દિવસે મળી રજા:
અઠવાડિયામાં એક દિવસ રજા માંગવાનો આ સંઘર્ષ અને આંદોલન વર્ષો સુધી ચાલ્યું અને છેલ્લે અંગ્રેજી હુકુમતે ઝુકવુ પડ્યું, ત્યારબાદ 10 જૂન, 1890ના રવિવારના જ દિવસે અઠવાડિયામાં એક દિવસ રજાનો નિર્ણય લેવામાં આવ્યો.

Image Source

ઘણા મુસ્લિમ દેશોની અંદર નથી હોતી રવિવારની રજા:
આંતરાષ્ટ્રીય માનવાધિકાર સંસ્થા (ISO)એ સન 1986માં રવિવારના દિવસે રજાની જાહેરાત કરી હતી. ISOએ ઘોષણા કરીને કહ્યું કે આખા વિશ્વમાં રવિવારના દિવસે રજા માનવામાં આવશે. તે દિવસે કામ કરવા માટે દબાણ નહિ બનાવવામાં આવે. જો કે હજુ સુધી આખી દુનિયામાં રવિવારના દિવસે જ રજા રાખવામાં આવે છે, પરંતુ ઘણા મુસ્લિમ દેશ જેવા કે યુએઈ સને સાઉદી અરબ જેવા દેશોમાં આ નિર્ણયને માનવામાં નહોતો આવ્યો અને રવિવારના રોજ ત્યાં રજા નથી હોતી.