મનોરંજન

આ અભિનેત્રીએ કર્યા કોમેડિયન સાથે લગ્ન, તસવીરો થઇ રહી છે વાયરલ

ઇમરાન હાશ્મીની આ બોલ્ડ અભિનેત્રી આખરે પરણી ગઈ, લોકો બોલ્યા ઘણો હેન્ડસમ છોકરો મળ્યો..જુઓ તસ્વીરો: કોરોના મહામારીના કારણે અટકી પડેલા લગ્નો છૂટછાટ મળતા  ફરી આરંભાયા, આ દરમિયાન બોલીવુડમાં પણ ઘણા સેલેબ્રિટીઓ લગ્નના બંધનમાં બંધાઈ ગયેલા જોવા મળ્યા. હાલ ખબર આવી રહી છે કે ફિલ્મની હોટ અભિનેત્રીએ કોમેડિયન સાથે લગ્ન કરી લીધા છે, જેની તસવીરો પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Sulagna Panigrahi (@sulagna03)

ફિલ્મની અંદર પોતાની હોટ અદાઓથી દર્શકોને દીવાના કરનારી અભિનેત્રી સુલગના પાણિગ્રહે પ્રખ્યાત સેન્ડઅપ કોમેડિયન બિસ્વા કલ્યાણ રથ સાથે લગ્ન કર્યા છે. આ બંનેએ 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. આ વાતની જાણકારી બંને કલાકારોએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sulagna Panigrahi (@sulagna03)

સુલગનાએ ઉપરાંત રેડ ફિલ્મમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તે ઘણી ધારાવાહિકોમાં પણ પોતાના અભિનયનો જલવો બતાવી ચુકી છે. તો બિસ્વા કલ્યાણ રથ કોમીકિસ્તાન એક સ્ટેન્ડઅપ કોમેડિયનની રીતે દર્શકોનું દિલ જીતતો આવ્યો છે. શનિવારના રોજ સુલગના અને બિસ્વા કલ્યાણે સોશિયલ મીડિયા ઉપર પોતાના લગ્ન અને રિસેપશનની તસવીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Biswa Kalyan Rath (@biswakalyanrath)

લગ્ન અને રિસેપશનની સામે આવેલી તસ્વીરોમાં બંને ખુબ જ ખુશ પણ દેખાઈ રહ્યા છે. બિસ્વાએ તસવીરો પોસ્ટ કરવાની સાથે જ એક સુંદર કેપશન પણ લખ્યું છે. બિસ્વાએ કેપશનમાં લખ્યું છે, “બિસ્વાએ માણસ સાથે લગ્ન કર્યા.”

 

View this post on Instagram

 

A post shared by Sulagna Panigrahi (@sulagna03)

તો બીજી તરફ સુલગનાએ પણ પોતાના લગ્નની તસવીરો શેર કરી છે. સુલગનાએ તસવીરો શેર કરવાની સાથે લખ્યું છે, “તસ્વીર-1 અમારી એકલી જિંદગીને સળગતા જોવી. તસ્વીર-2 આ એક મઝાની સવારી છે. મેં હવે બિસ્વા કલ્યાણ રથ સાથે લગ્ન કર્યા. Wooooohhhhhoooooooo!”

Image Source (Instagram: Biswa Kalyan Rath)

સુલગના અને બિસ્વાના લગ્નની તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. સાથે તેમને લગ્નની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.