સુશાંત સિંહ રાજપૂતના નિધનથી દરેક કોઈ સદમામાં છે, અને કલાકારો સોશિયલ મીડિયા પર દુઃખ અને સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે. તાજેતરમાં જ સુશાંતને લઈને લેખિકા સુહ્યતા સેન ગુપ્તાએ ખુલાસો કર્યો કે મહેશ ભટ્ટએ સુશાંતની લગાતાર બગડતી જતી માનસિક સ્થિતિને જોઈને કહ્યું હતું કે એ એક બીજી પરવીન બૉબી છે.

એવામાં મહેશ ભટ્ટએ જ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને સલાહ આપી હતી કે તે સુશાંતનો સાથ છોડી દે. સુહ્યતાએ એવું પણ કહ્યું કે તે સુશાંતને છેલ્લી વાર મહેશની કંપનીમાં જ મળી હતી.

સુહ્યતાએ કહ્યું કે ઘટનાક્ર્મ એટલું જલ્દી બદલાઈ ગયું કે સુશાંતે છેલ્લા અમુક મહિનામાં પોતાને પોતાના જ મગજમાં કૈદ કરી લીધો હતો. તે અંધકારમાં કોઈપણ ન પહોંચવાને લીધે તે અંદર વધુમાં વધુ ઊંડાણમાં ડૂબી ગયો.

રિપોર્ટના આધારે સુહ્યતા કહે છે કે,”સુશાંત ભટ્ટ સાહેબ પાસે સડક-2 માં રોલની સંભાવના શોધવા માટે આવ્યા હતા. સુશાંત ખુબ જ બોલકા હતા માટે જલ્દી જ ભટ્ટ સાહેબના મિત્ર બની ગયા. સુશાંત સિનેમાની સાથે સાથે ક્વોન્ટમ ફિઝિક્સ પર પણ સારું બોલી શકતા હતા.

અભિનેત્રી પરવીન બૉબી જેવી હાલત થઇ ગઈ હતી સુશાંતની?
સુહ્યતા એ આગળ કહ્યું કે,”ભટ્ટ સાહેબે સુશાંતના લગાતાર પરિશ્રમની પાછળ છુપાયેલી ઉદાસીને ઓળખી લીધી હતી. તે એકદમ તેવું જ હતું જેવું તેમણે પરવીન બૉબીમાં જોયું હતું. તેને ખબર હતી કે દવા સિવાય તેનો બીજો કોઈ જ ઈલાજ નથી. રિયા અમુક સમય સુધી તો સુશાંત સાથે જ રહેતી હતી અને તેણે ઘણી કોશિશ કરી કે સુશાંત પોતાની દવાઓ લે, પણ સુશાંત ડિપ્રેશનની દવાઓ લેતા ન હતા જેને લીધે તેની હાલત વધારે બગડતી જઈ રહી હતી.

સુહ્યતાએ આગળ કહ્યું કે, આગળના એક વર્ષના દરમિયાન સુશાંતે પોતાને બાહરી દુનિયાથી અલગ કરી લીધા હતા. રિયા ત્યાં સુધી તેની સાથે રહી જ્યા સુધી તે સંબંધ તેની સાથે નિભાવી શકતી હતી. એક સમય એવો પણ આવ્યો હતો કે સુશાંતને વિચિત્ર અવાજો પણ સંભળાવા લાગ્યા હતા. સુશાંતને એવું લાગતું હતું કે લોકો તેને મારવાની કોશિશ કરી રહ્યા છે. એક દિવસ અનુરાગ કશ્યપની ફિલ્મ સુશાંતના ઘરે ચાલી રહી હતી અને તેણે રિયાને કહ્યું કે,”મેં કશ્પયને એક પ્રોજેક્ટ માટે મનાઈ કરી દીધી હતી, હવે તે મને મારવા માટે આવવાનો છે”.

આ ઘટના પછી રિયા સુશાંતની સાથે રહેવાથી પણ ડરવા લાગી હતી. જેના પછી રિયા પાસે પણ એના ઘરને છોડવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. મહેશ ભટ્ટએ રિયાને કહ્યું કે હવે તે કંઈપણ નહિ કરી શકે અને જો તે સુશાંત સાથે વધુ સમય સુધી રહી તો તેની માનસકિ સ્થિતિ પણ સુશાંતની જેમ બગડી શકે છે. જો કે રિયાએ સુશાંતની બહેનો ન આવે ત્યાં સુધી તેની સંભાળ રાખી હતી. સુશાંતની બહેનોને પણ તેની મદદ કરવાની કોશિશ કરી છતાં પણ સુશાંત ડિપ્રેશનની દવાઓ લેતા ન હતા અને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું.
Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.