અન્ય સ્ટાર કિડ્સની જેમ શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ ખુબ લોકપ્રિય સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર તેની મોટી સંખ્યામાં ફૈન ફોલોઇંગ છે એવામાં તેના વિડીયો અને તસ્વીરો સામે આવતા જ તરત જ વાઇરલ થઇ જાય છે.
સુહાના ખાન આગળનો અભ્યાસ કરવા માટે ન્યુયોર્કમાં જઈ ચુકી છે. ન્યુયોર્ક ગયા પછી કોલેજના પહેલા જ દિવસની અમુક તસ્વીરો માં ગૌરી ખાને શેર કરી હતી. એવામાં એકવાર ફરીથી સુહાનાની તસ્વીરો અને વિડીયો સામે આવ્યા છે જેમાં તે ન્યુયોર્કમાં પોતાના નવા મિત્રો સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.
સુહાના પોતાના નવા મિત્રોની સાથે એકદમ ક્લોઝ થયેલી દેખાઈ રહી છે અને પુરા મસ્તીમાં તેઓની સાથે ફરી રહી છે. તસ્વીરમાં સુહાનાની ક્યૂટ સ્માઈલ પણ લોકોને ખુબ પસંદ આવી રહી છે.
જણાવી દઈએ કે સુહાના ખાને આજ વર્ષે લંડનના આર્ડીગલી કોલેજથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. સુહાનાએ ડ્રામાંમાં યોગદાન આપવા બદલ રસેલ કપથી સન્માનિત પણ કરવામાં આવી હતી. આ ખાસ સરેમની માટે શાહરુખ-ગૌરી લંડન પણ ગયા હતા.
સુહાના પણ અભિનયની દુનિયામાં પોતાના પિતાની જેમ નામના બનાવવા માંગે છે, તેની જાણકારી શાહરુખ ખાને ઇન્ટરવ્યૂમાં આપી હતી. શાહરૂખના ફૈન્સ પણ સુહાનાને ઓનસ્ક્રીન જોવા માટે ખુબ જતસહિત છે. સુહાનાએ એક શોર્ટ ફિલ્મ પણ શૂટ કરી છે જેનું નામ ‘દ ગ્રે પાર્ટ ઓફ બ્લુ’ છે.
શાહરુખ ખાને સુહાના સાથેની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે,”ભલે સ્કૂલનો અભ્યાસ પૂરો થઇ ગયો હોય પણ જીવનનો અભ્યાસ ક્યારેય પૂરો નહિ થાય, હંમેશા કંઈકને કંઈક શીખતું રહેવું જોઈએ”. જુઓ સુહાના ખાનનો નવા મિત્રો સાથેનો મસ્તી કરતો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks