લેખકની કલમે

બીજી તરફ સુહાના ઘરે પહોચે છે સવારે માલતીબેન ને એના સાથે બોલાચાલી થયેલી એટલે અતયારે દિકરી ને મનાવવા એને ભાવતુ ભોજન બનાવેલુ વાંચો આગળ

બિજો પ્રેમ- ભાગ ૨

સુહાના ને મળીને કિશન સાંજે ઘરે આવે છે કિશનની મમ્મી મધુબેન જમવાનું પૂછે છે પણ એને આજે ભૂખ નથી એતો સુહાના નાં જ વિચારો મા છે કિશન પોતાનાં રૂમ મા આવે છે બાથરૂમ મા મોઢુ ધોવા જાય છે ચહેરા પરની પાણીની બુંદ લુછવા જતા અરીસામાં એને પરી જેવી છોકરી દેખાઇ છે સુહાના. કિશન પાછળ વળી જોવે છે પણ કોઇ નથી અેને સમજાતુ નથી એને શું થઇ રહયુ છે. બેડ પર પડી રેડિયો અોન કરે છે “જગ ઘુમેયા તારે જેસા ના કોઇ” ગીત વાંચતા એને સુહાના જ યાદ આવે છે એને બીજી વાર મળવાનુ મન થાય છે બસ એજ ખયાલો માં એને ઉંઘ આવી જાય છે

ભાગ-1 વાંચ્યો તમે ? ના વાંચ્યો હોય તો વાંચવા ક્લિક કરો

બીજી તરફ સુહાના ઘરે પહોચે છે સવારે માલતીબેન ને એના સાથે બોલાચાલી થયેલી એટલે અતયારે દિકરી ને મનાવવા એને ભાવતુ ભોજન બનાવેલુ. બધા સાથે જમવા બેસે છે બધુ નોરમલ છે સુહાના પણ શાંત છે છેલ્લે માલતીબેન સુહાના ને કહે છે ‘બેટા કયા સુધી આવુ જીવન જીવીશ કયારેક તો આગળ વધવુ પડશે ને તુ સારુ પાત્ર શોધી લગ્ન કરી લે. અમે હવે કયા સુધી. અમારા પછી તારુ શું થશે’

સુહાના ફિલ્મી ડાઇલોગ મારીને જતી રહે છે ” હમ જીતે હેં એકબાર, મરતે હે અેકબાર ઓર પયાર ભી હોતા હે એકબાર”

સુહાના પોતાનાં રૂમ મા આવે છે પાકિટ કબાટ મા મુકવા જાય છે તયાજ કિશન નો વિચાર આવી જાય છે પન પછી પાકિટ અંદર મુકી બેડ પર આડી પડે છે અને પોતાના અતીત વિશે વિચારે છે એનુ અતિત અેટલે એનો પહેલો પ્રેમ. જે એને ઘણુ બધુ શીખવાડી ગયો અને જતા જતા એનુ બધુ લઇને ગયો એના emotions એની ખુશીઅો અને બીજુ પણ.

સુહાના જયારે કોલેજ માં હતી તયારે ખુબ ખુશમિજાજ અને હસમુખી હતી જાણે બીજી સુહાના જ જોઇ લો. અતયાર કરતા સાવ અલગ. કોલેજ નો સાઉથી handsome boy એટલે રાજ. રાજ સુહાના નાં જ કલાસ મા હતો. એક ગ્રુપ પ્રોજેકટ મા સાથે કામ કરતા અોળખાણ થયેલી અને પછી સારો મિત્ર બની ગયેલો ધીરે ધીરે મિત્ર માંથી કયારે પ્રેમી બની ગયો સુહાના ને ખબર જ ના રહી. વેલેંટાઇન ડે ના દિવસે આખી કોલેજ સામે એણે પ્રપોસ કરેલુ અને સુહાના અે હા પણ પાડેલી બસ પછી તો બધા કેફે કે ફરવાની જગયાઓ એ બંન્ને સાથે જોવા મળતા કોલેજ ની દરેક અેકટીવીટી મા પણ સાથે સુહાના સૌથી વધુ ભરોસો એના પર કરતી. એને શું ખબર કે એક દિવસ એ ભરોસો તુટવાનો હતો.

સોમવાર નો દિવસ હતો કિશન સુહાના ના અતીત થી અનજાન એને ચાહવા લાગયો હતો હવે બસ ભગવાન પાસેથી સુહાના ને જ માંગતો હતો મંદિર મા મુરતિ ને પ્રાથના કરી પાછો જ વળે છે કે એને એના ભગવાન મળી જાય છે સામેથી red & green બાંધણી ના ડ્રેસ મા માથે ઓઢી હાથમાં પુજાનો થાળ લઇને આવી રહી છે કિશન ને તો એમા એની દુલહન જ દેખાય છે જેમ જેમ સુહાના એની નજીક આવતી જાય છે તેમ તેમ કિશન ના દિલની દડકન તેઝ થતી જાય છે સુહાના કિશન ને જોયા વગર જ આગળ નીકળી જાય છે કિશન તો સપનાં મા જ ખોવાઇ જાય છે સપના માં પોતાને અને સુહાના ને મંદિર મા સાથે આરતી ઉતારતા જોવે છે અને background મા ” ના જુદા હોગે હમ કભી ખુશી કભી ગમ” વાગે છે

એટલા માં જ કોઇનો ધક્કો વાગવાથી એનુ સપનુ તુટે છે અને જોવે છે તો સુહાના ગાયબ. બેબાકળો બનીને એને શોધે છે છેલ્લે ચંપલ પહેરતી જોવે છે અને ભાગે છે એના તરફ. ભાગતા ભાગતા સુહાના ની નજીક જતા કોઇની સાથે અથડાય છે અને પુજા ની થાળ નુ કુમકુમ ઉડે છે એ સીધુ સુહાના નાં માથાના સેંથા મા જઇને પડે છે સુહાના ઉડતા કુમકુમ ના કણોમાંથી ચહેરો જોવે છે કિશન નો ચહેરો છે એ. આ હતી એમની બીજી મુલાકાત અને એમા જ ભગવાને જાણે ઇશારો આપી દીધો હતો જે કિશન ને તો સમજાયો પણ સુહાના ને નહિ. ‘ sorry sorry , મારુ ધયાન નહિ ” કિશન સફાઇ આપે છે સુહાના ગુસ્સે તો છે પણ ” its ok” કહી ને જતી રહે છે

શું થશે હવે આગળ? શું સુહાના કિશન ને માફ કરશે? શું કિશન સુહાના ને ફરી મળી શકશે? શું કિશન ને તેનો પ્રેમ મળશે? શું સુહાના બીજા પ્રેમ ને સ્વીકાર કરશે? જોઇશુ આગળ ના ભાગમાં

લેખક: બંસરી પંડયા  “અનામિકા”

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો