ગરમીમાં રાહત આપતા શેરડીના રસ પીવાથી થઇ શકે છે મોટું નુકશાન, જો તમને પણ આ તકલીફ હોય તો ભૂલમાં પણ હાથ ના લગાવતા, જુઓ
Sugarcane Juice Side Effects : ગરમીની સીઝન ચાલુ થઇ ગઈ છે અને લોકો આ દરમિયાન ઠંડી વસ્તુઓ તરફ વળ્યાં છે. જેમાં તન અને મનને શાંતિ આપતા શેરડીના રસને લોકો ખુબ જ પિતા હોય છે. શેરડીનો રસ સ્વાસ્થ્યની રીતે પણ ફાયદાકારક ચોક્કસ છે, પરંતુ કેટલીક એવી બીમારીઓ છે, જેમાં જો શેરડીનો રસ પીવામાં આવે તો નુકશાન પણ આપી શકે છે. આવી સ્થિતિમાં તમારે એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કે તમારે શેરડીનો રસ ક્યારે પીવો જોઈએ અને ક્યારે નહીં.
કેવિટીઝ સમયે :
જે લોકોને દાંતમાં કેવિટીઝની સમસ્યા હોય તેમણે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ. શેરડીના રસમાં પહેલેથી જ ઘણી બધી કુદરતી ખાંડ હોય છે જે મોઢામાં રહેલા બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે. તમે શેરડીનો રસ 1-2 વખત પી શકો છો, પરંતુ કેવિટીઝવાળા લોકોએ રોજ શેરડીનો રસ પીવાની આદત ન બનાવવી જોઈએ.
હૃદય સંબંધી બીમારીઓમાં :
જે લોકોના હૃદયની તબિયત પહેલાથી જ ખરાબ છે તેઓએ પણ શેરડીનો રસ ટાળવો જોઈએ. શેરડીનો રસ બ્લડ પ્રેશર અને ઇન્ફેક્શનને વધારી શકે છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું નથી.
ફૂડ પોઇઝનિંગમાં :
શેરડીનો રસ મોટાભાગે આરોગ્યપ્રદ રીતે તૈયાર થતો નથી. તમે જોયું હશે કે ગાડીની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી જેના કારણે શેરડીમાં માખીઓ બેઠેલી જોવા મળે છે. આવી સ્થિતિમાં, જ્યારે તમને નકામું ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હોય, તો તમારે શેરડીનો રસ પીવાની ભૂલ ન કરવી જોઈએ.
વજન ઘટાડતા હોય ત્યારે :
શેરડીમાં મોટી માત્રામાં કેલરી હોય છે. આવી સ્થિતિમાં એક ગ્લાસ શેરડીનો રસ પીવાથી પણ તમારા શરીરને સારી માત્રામાં ખાંડ મળશે જેનાથી તમારું વજન વધશે. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો શેરડીનો રસ પીવાનું ટાળો.
ઝાડા થયા હોય ત્યારે :
પેટ સંબંધિત સમસ્યાઓના કિસ્સામાં શેરડીનો રસ સમસ્યામાં વધારો કરી શકે છે. જો તમને પેટમાં દુખાવો, ઝાડા અને ઉલટી થતી હોય અથવા પેટમાં ગડબડ થતી હોય તો તમારે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ.
નોંધ : આ સામગ્રી, સલાહ સહિત, માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે લાયક તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. ગુજ્જુરોક્સ આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.