ફિલ્મી દુનિયા

આ દિગ્ગજ નેતાએ એવી કાર્યવાહી કરી કે અચાનક આખું બોલિવૂડ ધ્રૂજ્યું, હવે ખેર નથી જેણે સુશાંતને..

બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતએ ગત 14 જૂનના રોજ મુંબઈ સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસે એક્ટરના મોતના મામલે તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધી 34 લોકોના નિવેદન નોંધી ચુકી છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે પોલીસ બધા જ એન્ગલથી તપાસ કરી રહી હોયછતાં પણ કોઈ નકર કારણ જાણવા મળ્યું નથી. સુશાંતના ફેન્સ તેના મોતને લઈને સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ભાજપના સાંસદએ એવું પગલું કર્યું બધા જ લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@urstrulyanni) on

ભાજપનાસાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપુતના આત્મહત્યા મામલે સીબીઆઈ તપાસ માટેના બધા જ દસ્તાવેજો તૈયાર કરવા માટે એક વકીલને નિયુક્ત કર્યા છે.

સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,’મેં ઇશકરણને સુશાંત સિંહ રાજપૂતની કથિત આત્મહત્યા મામલે સીબીઆઈની શક્ય તપાસ અથવા પીઆઇએલ અથવા ગુનાહિત ફરિયાદ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવા જણાવ્યું છે.’

તેમણે પોતાના ટવીટમાં ઉલ્લેખ કર્યો છે કે ઇશકરણ સિંહ ભંડારી સંભવિત સીબીઆઈ તપાસ, પીઆઈએલ અથવા ગુનાહિત ફરિયાદના કેસ માટે તમામ ડેટા એકત્રિત કરશે. તો આ તરફ #CBIForSonOfBihar ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput (@sushantslover_) on

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાની સુબ્રમણ્યમ સ્વામીની સંભવિત સીબીઆઈ તપાસ ઉઠાવવામાં આવેલા પગલાંની પ્રશંસા ટ્વિટર પર કરવામાં આવી રહી છે. લોકો સુબ્રમણ્યમ સ્વામીનો આભાર માની રહ્યા છે.

જણાવી દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતની મોતનું કારણ લોકો બોલીવુડમાં નેપોટિઝ્મને માનવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા ચાલી રહી છે. તો બીજી તરફ નેપોટિઝ્મને લઈને તમામ સેલેબ્સ તેની રાય આપી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Yashvini Simar (@yashvinisimar) on

જણાવી દઈએ કે, પોસ્ટમોર્ટમ અને વિઝેરા રિપોર્ટમાં તે સ્પષ્ટ થઈ ગયું છે કે એક્ટરનું મોત ફાંસી બાદ ગૂંગળામણથી થયું હતું. પરંતુ આત્મહત્યા પાછળનું વાસ્તવિક કારણ હજી સ્પષ્ટ થયું નથી. સુશાંતસિંહ રાજપૂતના મિત્રો અને નજીકના મિત્રો કહે છે કે તે છેલ્લા કેટલાક મહિનાઓથી ડિપ્રેશનનો શિકાર હતો અને તેની સારવાર પણ કરાવી રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by sushantsingrajput (@sushantsingrajpuat) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.