...
   

શું તમે પણ આ અઠવાડીએ મલ્હાર ઠાકરની “શુભયાત્રા” જોવા જવાનું પ્લાનિંગ કરો છો ? તો વાંચી લો આ રીવ્યુ, ફિલ્મની મજા બમણી થઇ જશે

કેવી છે મલ્હાર અને મોનલની ફિલ્મ “શુભયાત્રા” ? વાંચો ફિલ્મ વિશેનો સચોટ રીવ્યુ

subha yatra movie review : છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મ (gujrati movie) નો યુગ એકદમ બદલાઈ ગયો છે. થોડા વર્ષોમાં જ એટલી જબરદસ્ત ફિલ્મો આવી ગઈ છે કે બોક્સ ઓફિસ પર પણ સફળ નીવડી છે અને દર્શકોનો ભરપૂર પ્રતિસાદ પણ મળી રહ્યો છે. એમાં પણ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (malhar thakar) ની ફિલ્મની તો ચાહકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે.

ત્યારે મલ્હાર ઠાકરની ફિલ્મ “શુભયાત્રા” (subh yatra) આજે એટલે કે 28 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં દર્શકો માટે રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી દર્શકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર પણ બની હતી, ત્યારે હવે ફિલ્મ સિનેમાઘરોમાં આવી ગઈ છે અને ફિલ્મ વિશેનો રીવ્યુ અમે તમારા માટે લઈને આવ્યા છે.

સૌથી પહેલા વાત કરીએ ફિલ્મની વાર્તા વિશેની તો ફિલ્મમાં મલ્હાર ઠાકર મોહન પટેલનું પાત્ર નિભાવી રહ્યો છે. તે અને તેનો મિત્ર હાર્દિક પટેલ એક ગામડામાં રહે છે. મોહન ગામડામાં ઉધારના પૈસા લઈને એક બિઝનેસ શરૂ કરે છે પરંતુ તેને ખોટ જાય છે. જેના બાદ તેને અમેરિકા જઈને ડોલર કમાઈ બધું જ દેવું પૂરું કરવાનું મન થાય છે.

મોહન અને હાર્દિક બંને અમેરિકા જવાની તૈયારી શરૂ કરે છે. જેના માટે તેઓ ગામના લોકો પાસેથી વધુ પૈસા લઈને અમેરિકા જવાની તૈયારી કરે છે અને પછી ત્યાંથી અમદાવાદ જઈને એક એજન્ટ દ્વારા અમેરિકા જવાનું પ્લાનિંગ કરે છે, જેના માટે પાસપોર્ટમાં ખોટી માહિતી ભરવી, વિઝા રિજેક્ટ થવા જેવી ઘણી બધી મુશ્કેલીઓ પણ આવે છે.

અમદાવાદમાં જ મોહનની મુલાકાત અભિનેત્રી મોનલ ગજ્જર એટલે કે ફિલ્મમાં સરસ્વતી વીણા દેવી સાથે થાય છે જે એક ન્યુઝ રિપોર્ટર છે અને મોટા મોટા પર્દાફાશ પણ કરે છે. આ મુલાકાત પણ ખુબ જ રસપ્રદ બને છે અને આ મુલાકાત બાદ જ મોહનના અમેરિકા જવાના સપના પર ગ્રહણ લાગી જાય છે અને ફિલ્મમાં જબરદસ્ત રોમાંચ જન્મે છે.

હવે ફિલ્મમાં આગળ શું થાય છે ? મોહન અને તેનો મિત્ર હાર્દિક અમેરિકા પહોંચે છે કે કેમ એ જોવા માટે તમારે “શુભયાત્રા” ફિલ્મ જોવી પડશે. આ ફિલ્મ ખરેખર આજે જે યુવાનો ગરીબીથી કંટાળીને વિદેશ જવા માંગતા હોય છે અને તેના માટે થઈને લેભાગુ એજન્ટોના ચક્કરમાં ફસાતા હોય છે તેમના માટે તો શ્રેષ્ઠ છે જ, સાથે આ ફિલ્મ સંપૂર્ણ પારિવારિક પણ છે.

ફિલ્મના કલાકારો વિશે વાત કરીએ તો ફિલ્મમાં મલ્હાર ઠાકર, મોનલ ગજ્જર ઉપરાંત દર્શન ઝરીવાલા, હિતુ કનોડિયા, સુનિલ વિસરાની, હેમની ત્રિવેદી જેવા મુખ્ય કલાકારો છે. આ ઉપરાંત ચેતન દૈયા, જય ભટ્ટ, ભાવિની જાની, અર્ચન ત્રિવેદી, મગન લુહાર જેવા અનેક કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે.

“શુભયાત્રા”માં અભિનયની વાત કરીએ તો તમામ કલાકારોએ ખુબ જ ઉમદા કામ કર્યું છે. ખાસ કરીને મલ્હાર ઠાકરના ચાહકો માટે તો આ ફિલ્મ એક સરપ્રાઈઝ કરતા જરા પણ કમ નથી, કારણ કે આ ફિલ્મમાં મલ્હાર એક અલગ અવતારમાં તમને જોવા મળશે, મોટી મોટી મૂંછો અને ગામડાની રીત ભાત ધરાવતા મલ્હાર ઉર્ફે મોહનને જોવો પણ આ ફિલ્મમાં એક લ્હાવો છે.

ફિલ્મના ગીતો વિશે વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસથી એક ગીત લોકોના મોઢા પર રમતું થઇ ગયું, “સાચવીને જાજો”. આદિત્ય ગઢવીના અવાજમાં ગવાયેલું, ભાર્ગવ પુરોહિતના હાથે લખાયેલું અને કેદાર ભાર્ગવના સંગીતમાં બંધાયેલું આ ગીત ફિલ્મમાં પણ એટલો જ રોમાંચ પુરે છે. સાથે જ “બેબી બુચ મારી ગઈ” અને ગીતાબેન રબારીના અવાજમાં ગવાયેલું “ડોલરિયા રાજા” પણ ગણગણવાનું મન થાય એવું છે. તો વાત કરીએ ડાયરેક્ટરની તો શુભયાત્રા ફિલ્મમાં જેનો સિંહફાળો છે એવા ફિલ્મ ડાયરેક્ટર મનીષ સૈનીએ ગુજ્જુરોક્સ સાથે ફિલ્મના પ્રીમિયર વખતે ખાસ વાતચીત કરી હતી, જુઓ ફિલ્મ વિશે શું કહ્યું ?

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ફિલ્મના ડાયલોગ અને તેની પંચલાઇન પણ જબરદસ્ત છે. જ્યાં જરૂર પડે ત્યાં ખુબ જ સરસ પંચલાઇન અને ડાયલોગ દ્વારા ચોટ જગાવવામાં આવી છે. સાથે જ ઘણા એવા ડાયલોગ પણ આવે છે જે પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ફિલ્મનું નિર્માણ “રાઉડી પિક્ચર્સ”ના બેનર હેઠળ થયું છે. રાઉડી પિક્ચર્સ સાઉથની ફિલ્મોનું નિર્માણ કરનાર એક પ્રોડક્શન હાઉસ છે. જે નયનતારા અને વિગ્નેશ શિવનની માલિકી હેઠળ છે. આ ઉપરાંત ફિલ્મનું નિર્દેશન પણ એવોર્ડ વિનિંગ ડાયરેકર મનીષ સૈનીએ કર્યું છે. જેમને તેમની ગુજરાતી ફિલ્મ “ઢ” માટે રાષ્ટ્રીય એવોર્ડ મળી ચુક્યો છે.

ગુજ્જુરોક્સ દ્વારા આ ફિલ્મને 5માંથી 4.5 સ્ટાર આપીએ છીએ !

 

Niraj Patel