સામંથા રૂથ પ્રભુનું 10માંનું રીપોર્ટ કાર્ડ વાયરલ, માર્ક્સ જોઇ હેરાન રહી ગયા લોકો, જાણો ભણવામાં કેવી હતી એક્ટ્રેસ

ધોરણ-10માં ટોપર હતી સામંથા ! ગણિતમાં 100/100- જુઓ કાર્ડ, ધોરણ-10ની માર્કશીટ વાયરલ, જાણો કયા વિષયમાં મળ્યા કેટલા નંબર

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રીઓમાંની એક સામંથા રૂથ પ્રભુ અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. પછી તે તેની ફિલ્મોના કારણે હોય કે તેના લુક્સને કારણે. જો કે, છેલ્લા ઘણા દિવસોથી સામંથા તેની આગામી વેબ સીરિઝ ‘સિટાડેલ’ માટે ચર્ચામાં છે. વરુણ ધવન સાથે એક્શન સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત સામંથા લાઈમલાઈટમાં છે તેનું કારણ દરેકને તેના સ્કૂલના દિવસો યાદ અપાવશે. મોડલિંગના દિવસોની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર વાયરલ થયા બાદ હવે સામંથાની માર્કશીટની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, જેના પર અભિનેત્રીએ પણ પ્રતિક્રિયા આપી.

સામંથા રૂથ પ્રભુનું 10માં ધોરણનું રિપોર્ટ કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચર્ચામાં છે. પોતાના અભિનય કૌશલ્ય માટે હંમેશા વખણાતી અભિનેત્રીનું આ વાયરલ રિપોર્ટ કાર્ડ જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે તે શાળાના દિવસોમાં એક તેજસ્વી વિદ્યાર્થીની હતી. પણ સવાલ એ થાય છે કે શું રિપોર્ટ કાર્ડ ખરેખર સામંથાનું છે કે પછી કોઇએ એડિટિંગ કર્યુ છે. આ વાયરલ રિપોર્ટ કાર્ડ પર સામંથાએ પણ પ્રતિક્રિયા આપી. ટ્વીટમાં સામંથાએ તેના રિપોર્ટ કાર્ડની વાયરલ તસવીર શેર કરી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે એક ઉત્તમ વિદ્યાર્થી હતી.

આ રિપોર્ટ કાર્ડ મુજબ, સામંથાને તમામ વિષયોમાં 80થી વધુ માર્ક્સ મળ્યા છે. આ ઉપરાંત સામંથાએ ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. આ સાથે અભિનેત્રીના શિક્ષક દ્વારા તેના રિપોર્ટ કાર્ડ પર કરવામાં આવેલી ટિપ્પણી પણ ઉત્તમ હતી. શિક્ષકે લખ્યું, ‘સામંથાએ ખૂબ સારું કર્યું છે. તે શાળા માટે એક સંપત્તિ છે. આને શેર કરતાં સામંથાએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘હા હા તે ફરીથી વાયરલ થઈ ગયું છે…’ જો કે, આનાથી સ્પષ્ટ છે કે આ સામંથાની માર્કશીટ છે.

સામંથેનું આ રિપોર્ટ કાર્ડ સાબિત કરે છે કે તે બ્યુટી વિથ બ્રેઈન છે. સામંથાએ તેનું સ્કૂલિંગ ચેન્નાઈની હોલી એન્જલ્સ ઈન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું છે. આ પછી તેણે ચેન્નાઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી B.Com કર્યું. સામંથાએ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં મોડલિંગની શરૂઆત કરી હતી. મોડલિંગમાં આવ્યા બાદ સામંથાએ અભ્યાસ છોડી દીધો અને પોતાની એક્ટિંગ કરિયર પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. જો કે સામંથાએ એકવાર કહ્યું હતું કે અભ્યાસ છોડવો એ તેની પસંદગી નહોતી પણ મજબૂરી હતી.

કોફી વિથ કરણના એક એપિસોડમાં સામંથાએ કહ્યું હતું કે તેના માતા-પિતા પાસે પૈસા નહોતા જેના કારણે તેને અભ્યાસ છોડવો પડ્યો હતો. ફિલ્મો ઉપરાંત સામંથા તેના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહી છે. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કેટલાક મોટા ખુલાસા કર્યા હતા. સામંથાના કહેવા પ્રમાણે, લોકોએ પુષ્પા ફિલ્મમાં આઈટમ સોંગ ‘ઉ અંટવા’ કરવાની તેને ના પાડી હતી. સામંથાએ કહ્યું કે છૂટાછેડા સમયે તેની નજીકના લોકો ઈચ્છતા ન હતા કે તે આઈટમ સોંગ કરે.

સમંથાએ ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મેં વિચાર્યું કે શું મેં કોઈ ગુનો કર્યો છે ? હું કેમ છુપાવું, જો મેં કંઈ ખોટું કર્યું નથી. મેં લગ્નમાં મારું 100% આપ્યું. હવે તે ના ચાલ્યા તો તે મારી ભૂલ નથી. હું મારી જાતને દોષી ઠેરવી શકતી નથી કે દોષિત અનુભવી શકતી નથી.વર્કફ્રન્ટની વાત કરીએ તો, સામંથા તાજેતરમાં જ ફિલ્મ ‘શાકુંતલમ’માં જોવા મળી હતી, જે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી હતી. અભિનેત્રી હવે પછી રોમેન્ટિક કોમેડી કુશીમાં જોવા મળશે, જે 1 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે વિજય દેવરકોંડા સાથે નજર આવશે. આ સાથે તે વરુણ ધવન સાથે સિટાડેલના શુટિંહમાં પણ વ્યસ્ત છે.

Shah Jina