લાલ ચટ્ટાક ડ્રેસમાં કિંજલ દવેએ મનડાં લીધા મોહી, આંખો પર કાળા ચશ્મા અને ચહેરાની મીઠી સ્માઈલ જોઈને ઘાયલ થયા ચાહકો, જુઓ તમે પણ

સગાઈ તૂટવાનો ગમ ભુલાવીને કિંજલ દવે આવી ગઈ પાછી પોતાની રૂટિન લાઈફમાં, નવી તસવીરો જીતી રહી છે ચાહકોના દિલ

Kinjal dave new photo: ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવે આજે દરેક ઘરમાં ગુંજતું એક આગવું નામ છે. કિંજલ દવેનો ચાહકવર્ગ પણ ખુબ જ વિશાળ છે. તેના આવનારા ગીતોની પણ ચાહકો કાગડોળે રાહ જોતા હોય છે. ત્યારે કિંજલના અંગત જીવન પર પણ ચાહકોની નજર રહેતી હોય છે અને તેને સોશિયલ મીડિયામાં ચાહકો ફોલો પણ કરે છે.

ત્યારે કિંજલ દવે પણ પોતાના ચાહકોને ક્યારેય નિરાશ નથી કરતી અને સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. કિંજલ પોતાના કાર્યક્રમોની સાથે સાથે પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે, જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ પણ કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ કિંજલ દવેએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ તસ્વીરોમાં કિંજલ દવેનો લાલ ડ્રેસની અંદર એક આકર્ષક લુક જોવા મળી રહ્યો છે. કિંજલે થોડા દિવસ પહેલા જ પોતાની ઘણી બધી તસવીરો શેર કરી હતી. જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. પહેલી બે તસવીરોમાં કિંજલ દવે આંખો પર કાળા ચશ્મા પહેરીને પોઝ આપતી જોઈ શકાય છે. સાથે જ તેની કાતિલ સ્માઈલ દિલ જીતી રહી છે.

તો અન્ય તસવીરોમાં તે ચશ્મા વગર પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસવીરો જોઈને લાગે છે કે કિંજલે આ તસવીરો પોતાના ઘરની બહાર જ ક્લિક કરાવી છે. પરંતુ આ તસવીરોમાં જે કિંજલની સ્ટાઇલ છે તે તેના ચાહકોને આકર્ષી રહી છે. આ તસ્વીરોને અત્યાર સુધીમાં 1.58 લાખથી વધારે લોકો લાઈક કરી ચુક્યા છે.

સાથે જ કોમેન્ટમાં લોકો કિંજલના આ લુકના વખાણ કરતા પણ થાકતા નથી. ઘણા લોકો કોમેન્ટ કરીને તેના આ લુકની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ ગુજરાતમાં રાત્રી કાર્યક્રમોની રમઝટ જામી રહી છે તેમાં ઘણા કાર્યક્રમમાં કિંજલ દવે પણ ધૂમ મચાવતી અને ગુજરાતીઓને ઘુમાવતી જોવા મળે છે.

કિંજલ દવેની ખ્યાતિ ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ ગુજરાતની બહાર અને દેશ વિદેશમાં પણ છે. કિંજલના ઘણા કાર્યક્રમો વિદેશમાં પણ યોજાતા હોય છે, જેમાં પણ ચાહકો મન મૂકીને ઝુમતા હોય છે. કિંજલની સગાઈ થોડા દિવસ પહેલા જ તૂટી છે. પરંતુ હવે કિંજલ આ સગાઈ તૂટવાનું દુઃખ ભુલાવીને પોતાની રૂટિન લાઈફમાં પણ આવી ગઈ છે.

Niraj Patel