આ ક્રિકેટર પોતાની મામાની છોકરીને પટાવી ગયો, કર્યા છે લગ્ન, વ્યવસાયે છે ડોક્ટર- જાણો પ્રેમ કહાની

પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી વિશે કોણ નથી જાણતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે ઘણા મોટા રેકોર્ડ છે. તેણે પોતાની પ્રથમ વનડે ઇનિંગમાં રેકોર્ડબ્રેક સદી ફટકારીને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવ્યો હતો. તે એક સારો બોલર પણ રહ્યો છે. આ કારણોસર આફ્રિદી આજે પણ પાકિસ્તાનના યુવા ખેલાડીઓ માટે રોલ મોડલ છે. આફ્રિદીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો વચગાળાનો ચીફ સિલેક્ટર પણ બનાવવામાં આવ્યો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે શાહિદે તેના મામાની દીકરી સાથે લગ્ન કર્યા છે. આવી સ્થિતિમાં લગ્ન પહેલા સંબંધમાં તેની પત્ની તેની બહેન હતી. જો કે શાહિદનું કહેવું છે કે તેના ધર્મમાં આવું થાય છે. તેની પત્નીનું નામ નાદિયા છે, જે વ્યવસાયે ડોક્ટર છે. શાહિદ આફ્રિદી અને નાદિયાના લગ્ન 22 ઓક્ટોબર 2000ના રોજ થયા હતા. પોતાના લગ્ન વિશે વાત કરતા તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે એક વખત જ્યારે તે ઘર છોડીને જઈ રહ્યો હતો ત્યારે તેણે મજાકમાં તેના પિતાને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું હતું.

આફ્રિદીએ તે દરમિયાન તેના પિતાને કહ્યું હતું કે તેના માટે કોઇ છોકરી શોધે, તે લગ્ન કરશે. આગલી વખતે જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેના પિતાએ તેને કહ્યું કે તેને તેના માટે એક છોકરી મળી છે. આફ્રિદી તે કોણ છે તે જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતો. આવી સ્થિતિમાં તેના પિતાએ જણાવ્યું કે તેણે તેના માટે નાદિયાને પસંદ કરી છે. આફ્રિદી નાદિયાને બાળપણથી ઓળખતો હતો. શાહિદ આફ્રિદીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની લવ સ્ટોરીનો ખુલાસો કર્યો હતો.

તેણે કહ્યું, જ્યારે મેં પહેલીવાર નાદિયાનો ફોટો જોયો ત્યારે મને તે પસંદ ન આવી. કારણ કે ફોટોમાં તે ઘણા મેક-અપમાં જોવા મળી હતી. પણ જ્યારે મેં તેનો સાદો ફોટો જોયો ત્યારે મને સંતોષ થયો. આ એક રીતે આફ્રિદીના લવ એરેન્જ્ડ મેરેજ હતા. ઈન્ટરવ્યુ દરમિયાન તેણે એ પણ જણાવ્યું કે તેની પત્નીને મનાવવું કેટલું મુશ્કેલ છે. કારણ કે તેને ઘણી છોકરીઓ ગમે છે, જેના કારણે તેની પત્ની ઈર્ષ્યા કરે છે.

આફ્રિદીની પત્ની નાદિયા પાકિસ્તાની ક્રિકેટરોની સૌથી સુંદર પત્નીઓમાંની એક છે. આ સ્ટાર કપલને પાંચ દીકરીઓ છે. શાહિદ આફ્રિદી 2009માં પાકિસ્તાનની T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. લોર્ડ્સના મેદાનમાં શ્રીલંકા સામે રમાયેલી ફાઇનલમાં તેણે શાનદાર બેટિંગ કરતા 40 બોલમાં અણનમ 54 રન બનાવ્યા હતા. તે ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

Shah Jina