47ની કુંવારી અમીષા પટેલ જુઓ મેકઅપ વગર કેવી ઘરડી લાગે છે!
વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘ગદર : એક પ્રેમ કથા’માં શકીનાનું પાત્ર નિભાવી ચૂકેલી એક્ટ્રેસ અમીષા પટેલ એક દોરમાં લોકોના દિલો પર રાજ કરી ચૂકી છે. જો કે, હવે તે પૂરી રીતે બદલાઇ ચૂકી છે. અમીષા પટેલની એક તસવીર સામે આવી છે, જેને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે ‘કહો ના પ્યાર હૈ’ની અમીષા પટેલ છે. તમને જણાવી દઈએ કે પોતાના ગ્લેમરસ અવતાર માટે જાણીતી અમીષા પટેલને આ સ્થિતિમાં જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે.
અમીષા પટેલની એક તસવીર સામે આવી હતી, જેમાં તે ડેનિમ શોર્ટ્સ અને ડેનિમ જેકેટમાં એક વ્યક્તિ સાથે ઊભેલી જોવા મળી. આ લુકમાં અમીષાની ઉંમર ઘણી દેખાઇ રહી હતી. આ સિવાય તે એક વખત મુંબઈની શેરીમાં નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. અમીષાને આ લુકમાં પણ જોઈને તેને ઓળખવી મુશ્કેલ બની હતી. જણાવી દઈએ કે 46 વર્ષની અમીષાએ હજુ સુધી લગ્ન કર્યા નથી.
તે બિગ બોસ સીઝન 13માં જોવા મળી હતી અને તે સલમાન ખાન સાથે શોના પ્રીમિયરમાં પણ જોવા મળી હતી. મેકર્સે અમીષાને બિગ બોસના ઘરની માલકિન તરીકે એન્ટ્રી કરી હતી, પરંતુ ત્યારથી તે શોમાં જોવા મળી ન હતી. 9 જૂન 1975ના રોજ જન્મેલી અમીષા પટેલ 46 વર્ષની છે. એક સમયે અર્થશાસ્ત્ર જેવા વિષયમાં ગોલ્ડ મેડલ જીતનારી અમીષાને હવે અર્થશાસ્ત્રમાં ઓછો રસ છે,
પરંતુ તેણે અનેક પ્રસંગોએ ઇન્ડસ્ટ્રીની અન્ય અભિનેત્રીઓની મજાક ઉડાવી છે કે તે બધામાં સૌથી વધુ ભણેલી છે. અમીષા પટેલે ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ જેવી સુપરહિટ ફિલ્મથી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. અમીષાએ અત્યાર સુધી 30થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેણે હૃતિક રોશન, સની દેઓલ, બોબી દેઓલ, સલમાન ખાન સૈફ અલી ખાન, અનિલ કપૂર, સંજય દત્ત અને અક્ષય ખન્ના સહિત બીજા પણ કેટલાક સ્ટાર્સ સાથે કામ કર્યું છે,
View this post on Instagram
પણ તેને વધારે ફાયદો ન થયો. હ્રતિક રોશન, સની દેઓલ અને બોબી દેઓલને બાદ કરતાં બાકીના સ્ટાર્સ સાથેની અમીષાની મોટાભાગની ફિલ્મો ઓછી ચાલી. અમીષા અવાર નવાર તેના ગ્લેમરસ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે હવે સની દેઓલ સાથે ગદર 2માં જોવા મળવાની છે.
View this post on Instagram