સાઉથની કયુટી અભિનેત્રી રશ્મિકાના બાઉન્સરે ફેનને માર્યો જોરથી ધક્કો, લોકો બોલ્યા- આમને ઘાસ ના નાખો- જુઓ વીડિયો

સાઉથની કયુટી અભિનેત્રી રશ્મિકાના બાઉન્સરે ફેનને માર્યો જોરથી ધક્કો, પછી થઇ જોવા જેવી

Rashmika’s bodyguard pushes fan away : સાઉથ સિનેમાની જાણિતી અભિનેત્રી અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના સ્ક્રીન પર ભલે ગમે તેવો રોલ ભજવે પણ લોકો વાસ્તવિક જીવનમાં તેની ક્યુટનેસના દિવાના છે. રશ્મિકા મંદાના તાજેતરમાં હૈદરાબાદમાં તેલુગુ ફિલ્મ બેબીના ગીત લોન્ચ ઈવેન્ટમાં સ્પોટ થઇ હતી. આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં રશ્મિકા ચાહકોથી ઘેરાયેલી જોવા મળી રહી છે.

આ દરમિયાન એક વ્યક્તિ રશ્મિકા સાથે ફોટો ક્લિક કરી રહ્યો હતો ત્યારે રશ્મિકાના બોડીગાર્ડે તેને ધક્કો માર્યો. વીડિયોમાં રશ્મિકા ઈવેન્ટમાંથી બહાર નીકળતી જોવા મળે છે. તે ચારે બાજુથી ચાહકોથી ઘેરાયેલો છે. આ દરમિયાન સફેદ શર્ટમાં એક વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેવા ગયો અને ત્યારે જ ત્યારે સુરક્ષાકર્મીઓએ તેને જોરથી ધક્કો માર્યો. આ જોઈને રશ્મિકાએ તેના બોડીગાર્ડને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આ ઘટના પછી તરત જ એક નાની છોકરી રશ્મિકાને તેની સાથે ફોટો લેવા માટે બોલાવે છે. ત્યારે રશ્મિકા પણ ઊભી રહી તે છોકરી સાથે ફોટો ક્લિક કરાવે છે. હવે સોશિયલ મીડિયા પર જ્યાં કેટલાક લોકો બોડીગાર્ડના આ વર્તનને કારણે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે ત્યાં ઘણા લોકોએ રશ્મિકાના મીઠા સ્વભાવના વખાણ પણ કર્યા છે.

એક યુઝરે લખ્યું- મને સમજાતું નથી કે સેલિબ્રિટી સાથે સેલ્ફી લેવાથી તમારા જીવનમાં શું બદલાવ આવે છે. એક બીજાએ લખ્યું કે, “જ્યારે અભિનેત્રીને કોઈ વાંધો નથી, તો પછી 2 પૈસા માટે કામ કરનારા આ બોડીગાર્ડ લોકોને કેમ ધક્કો મારે છે.” જોકે, કેટલાક યુઝર્સે કહ્યું- આ બાઉન્સરનું વર્તન અયોગ્ય છે ભાઈ. આ યોગ્ય નથી કારણ કે લોકોના કારણે તેઓ સેલિબ્રિટી છે.

રશ્મિકા મંદાનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ મિશન મજનૂમાં જોવા મળી હતી, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેણે કામ કર્યુ હતુ. તે હાલમાં એક તેલુગુ ફિલ્મ માટે શૂટિંગ કરી રહી છે. આ વર્ષના અંતે તે બોલિવુડ ફિલ્મ એનિમલમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપૂર છે. ‘પુષ્પા ધ રાઈઝ’ બાદ રશ્મિકાને પુષ્પા 2: ધ રૂલમાં જોવા માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina