આરાધ્યાની લંબાઇ જોઇ હેરાન થયા લોકો, હાઇટમાં મમ્મી એશ્વર્યાના બરાબર તો પપ્પા અભિષેક કરતા થોડી જ છે નાની

દીકરી આરાધ્યાથી મોટી દેખાવા માટે એશ્વર્યા રાય પહેરે છે હાઇ હીલ્સ ? હાઇટમાં પપ્પા અભિષેક કરતા થોડી જ છે નાની

બોલિવૂડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચન પરફેક્ટ બોડી મેઝરમેન્ટ માટે જાણિતી છે, જ્યારે અભિષેક બચ્ચન સૌથી ઊંચા અભિનેતાઓની યાદીમાં સામેલ છે. આવી સ્થિતિમાં ઐશ્વર્યા અને આરાધ્યાની દીકરીની હાઇટ પણ ઘણી સારી છે. આરાધ્યા તેના માતા-પિતા સાથે ઘણીવાર સ્પોટ થાય છે અને તે દરમિયાનની આ સ્ટાર પરિવારની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવે છે, જે ખૂબ વાયરલ પણ થાય છે.

ત્યારે છેલ્લા થોડા ઘણા સમયથી આરાધ્યાની તસવીરો સામે આવ્યા બાદ તેની હાઈટની ઘણી ચર્ચા થાય છે. વાસ્તવમાં તસવીરોમાં આરાધ્યા ખૂબ જ મોટી દેખાય છે. લંબાઈમાં આરાધ્યા તેની માતાના કાન કરતા પણ ઉંચી દેખાય છે. આટલું જ નહીં રસપ્રદ વાત એ છે કે જ્યારે ઐશ્વર્યા હાઈ હીલ્સ પહેરે છે ત્યારે આરાધ્યા તેના કરતા નાની દેખાય છે.

ઐશ્વર્યા અને આરાધ્યાની તસવીરો જોયા બાદ કેટલાક લોકો કહે છે કે, ઐશ્વર્યા આરાધ્યા કરતા ઉંચી દેખાવા માટે હાઈ હીલ્સ પહેરે છે. આ સાથે કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે જો આરાધ્યાની હાઈટ આ જ ઝડપે વધતી રહેશે તો તે દિવસ દૂર નથી જ્યારે તે તેના પિતા સાથે પણ સ્પર્ધા કરશે. જણાવી દઇએ કે, આરાધ્યાની ઉંમર માત્ર 11 વર્ષની છે અને તે ક્યૂટનેસના મામલે બધા સ્ટાર કિડ્સને ટક્કર આપે છે.

ઐશ્વર્યા અવારનવાર સોશિયલ મીડિયા પર તેની પુત્રી સાથેની તસવીરો શેર કરે છે. એશ્વર્યા દર વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ પોતાની દીકરીને સાથે લઈ જાય છે. ઐશ્વર્યા અને આરાધ્યા તેમના બોન્ડિંગને લઈને ઘણા ચર્ચામાં રહે છે. આરાધ્યા બચ્ચન તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચનની લાડલી છે. ઐશ્વર્યા તેની પુત્રીને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ રહે છે. તે પોતાની દીકરીને ક્યારેય એકલી નથી છોડતી.

તે જ્યાં પણ જાય છે ત્યાં દીકરી આરાધ્યાને સાથે લઈ જાય છે. આ કારણે આરાધ્યા ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ ફંક્શનમાં માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે રેડ કાર્પેટ પર પોઝ આપતી જોવા મળે છે. ઐશ્વર્યા જ્યારે બહારથી આવે છે ત્યારે મુંબઈ એરપોર્ટ પર પણ ઘણી વખત તે તેની દીકરીનો હાથ પકડી તેને સાથે રાખતી જોવા મળી છે.

16 નવેમ્બર 2011ના રોજ મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં જન્મેલી આરાધ્યા અવાર નવાર તેની ક્યુટનેસને કારણે ચર્ચામાં રહે છે. જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાય સાઉથની ફિલ્મ ‘પોનીયિન સેલવન’ના પાર્ટ 1માં જોવા મળી હતી, જેમાં તેની એક્ટિંગના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી અને હવે તે આ ફિલ્મના બીજા પાર્ટમાં પણ જોવા મળશે.

Shah Jina