અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી ઇશિતાએ શેર કરી બેબી શાવરની તસવીરો અને વીડિયો, મોટી બહેન તનુશ્રી દત્તા અને કાજોલ પણ આવી નજર

Ishita Dutta Baby Shower: અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી અને તેનો પતિ એટલે કે બોલિવુડના પોપ્યુલર કપલમાંના એક ઇશિતા દત્તા અને વત્સલ શેઠ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. ઇશિતા પ્રેગ્નેટ છે અને તે જલ્દી જ તેના પહેલા બાળકનું આ દુનિયામાં સ્વાગત કરવા જઇ રહી છે, એવામાં કપલ ઘણા ખુશ છે અને આનંદ માણી રહ્યા છે. ઇશિતા અને વત્સલ લગ્નના 5-6 વર્ષ બાદ પેરેન્ટ્સ બનવા જઇ રહ્યા છે. ત્યારે હાલમાં જ 14 મે 2023ના રોજ ‘મમ્મી-ટુ-બી’ ઈશિતા માટે બેબી શાવરનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેની કેટલીક ઝલક અભિનેત્રીએ પોતે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 16 મે 2023ના રોજ ઇશિતા દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બેબી શાવરની કેટલીક તસવીરો શેર કરી હતી અને વીડિયો પણ શેર કર્યો હતો. તસવીરોમાં અભિનેત્રી તેના પરિવાર અને નજીકના મિત્રો સાથે ક્ષણનો આનંદ માણતી જોઈ શકાય છે. આ દરમિયાન ઇશિતા કેટલીક ધાર્મિક વિધિઓ કરતી વીડિયોમાં જોવા મળી રહી છે. કપલને એક તસવીરમાં અને વીડિયોમાં ટુ-ટાયર કેક કાપતા જોઈ શકાય છે.

આ સફેદ રંગની કેક પર પાઉડર બ્લુ અને કેટલાક પેસ્ટલ રંગના ઈટિંગ બલૂન લગાવવામાં આવ્યા હતા. ત્યાં કેકની આસપાસ વાદળો અને છત્રીઓની કેટલીક પ્રિન્ટ પણ હતી, જે ખરેખર સુંદર દેખાતી હતી. આ તસવીરો શેર કરતાં ઈશિતાએ કેપ્શનમાં લખ્યું, “પ્રેમ, હાસ્ય, આભાર, ખુશીના આશીર્વાદ.. આ દિવસ તે બધું હતું જે અમે માંગી શક્યા હોત… તમારી શુભેચ્છાઓ અને પ્રેમ માટે આભાર.” ઈશિતા દત્તાનું બેબી શાવર એક ઈન્ટિમેટ ફેમિલી ફંક્શન હતું.

જેમાં પરિવારના સભ્યો સિવાય અજય દેવગનની પત્ની કાજોલ અને નજીકના લોકો હાજર હતા, પરંતુ પાર્ટીમાં એક ખાસ વ્યક્તિ પણ હાજર હતી, જે અન્ય કોઈ નહીં પણ ઇશિતાની બહેન અને અભિનેત્રી તનુશ્રી દત્તા હતી. ઇશિતા દ્વારા શેર કરાયેલા એક તસવીરમાં કાજોલ મોમ ટુ બી ઇશિતા સાથે પોઝ આપતી જોઈ શકાય છે. આ દરમિયાન કાજોલ પીળા સૂટમાં તેના સિમ્પલ લુકમાં હંમેશાની જેમ ખૂબસૂરત દેખાતી હતી.

બેબી શાવર માટે ઈશિતા દત્તાના લુક વિશે વાત કરીએ તો, તેણે તેના ખાસ દિવસ માટે પિંક સિલ્કની સાડી પહેરી હતી. આ સાડી સાથે તેણે ગોલ્ડન ટેમ્પલ જ્વેલરી, મિનિમલ મેકઅપ અને વાળને બનમાં કેરી કર્યા હતા અને ગજરો લગાવ્યો હતો. ઈશિતા ટ્રેડિશનલ લુકમાં અદભૂત દેખાતી હતી. જ્યારે વત્સલે હાથીદાંતી રંગના કુર્તા-પાયજામો પહેર્યો હતો અને આ દરમિયાન તે હેન્ડસમ લાગી રહ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, વત્સલ પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ આદિપુરુષમાં જોવા મળવાનો છે. ત્યાં ઈશિતા દત્તા અજય દેવગન અને તબ્બુની ફિલ્મ દ્રશ્યમનો ભાગ રહી ચૂકી છે, જેમાં તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ સિવાય તે ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Ishita Dutta Sheth (@ishidutta)

Shah Jina