આવી ગઈ ખુશખબરી: માં બનવાની છે બડે અચ્છે લગતે હૈ-2 ફેમ એક્ટ્રેસ દિશા – સોનોગ્રાફીમાં બતાવી બેબીની ઝલક
Disha and Rahul announce pregnancy : રાહુલ વૈદ્ય અને દિશા પરમાર અત્યારે ખુશીથી ફૂલ્યા નહિ સમાઇ રહ્યા હોય કારણ કે રાહુલ અને દિશા ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઇ રહ્યા છે. આ ખુશખબર તેમણે પોતે ખૂબ જ ક્યૂટ અંદાજમાં ફેન્સ સાથે શેર કરી છે. દિશા પરમાર પ્રેગ્નેટ છે અને તેણે તેના ચાહકો સાથે આ ખુશી શેર કરવા માટે એક અનોખી રીત પસંદ કરી છે. દિશાએ કેટલીક તસવીરો સાથે સોનોગ્રાફીનો એક વીડિયો પણ શેર કર્યો છે.
જેમાં બાળક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. દિશા પરમારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. આ તસવીરમાં રાહુલ પરમાર હાથમાં સ્લેટ પકડે છે અને દિશા પરમારે તેના ખભા પર હાથ મૂક્યો છે. સ્લેટ પર લખ્યું છે, ‘મમ્મી અને ડેડી.’ આ તસવીરમાં દિશા પરમારનો બેબી બમ્પ પણ દેખાઈ રહ્યો છે. સોનોગ્રાફીના વીડિયોમાં બાળક હલતું જોવા મળે છે. આ પોસ્ટ સાથે દિશા પરમારે લખ્યું છે કે, ‘પેરેન્ટ્સ અને બેબી તરફથી હેલો.’
દિશા પરમારની આ પોસ્ટ પર ચાહકો તરફથી ઘણી કોમેન્ટ્સ આવી રહી છે અને સેલેબ્સ પણ તેમને ખૂબ અભિનંદન આપી રહ્યા છે. જાસ્મીન ભસીન, અનીતા હસનંદાની, ભારતી સિંહ, મૌની રોય, અલી ગોની અને રાજીવ અડતીયાએ પણ રાહુલ વૈદ્ય અને દિશા પરમારને અભિનંદન પાઠવ્યા છે. રાહુલ વૈદ્ય હંમેશા લગ્ન પછી જલ્દી પિતા બનવા માંગતો હતો અને આખરે તેની ઈચ્છા હવે પૂરી થવા જઈ રહી છે. રાહુલ વૈદ્યે 2021માં ચાહકો સાથે ટ્વિટર સેશનમાં આ ઈચ્છા વ્યક્ત કરી હતી.
તેમજ રાહુલે કહ્યું હતું કે તે એક પુત્રી ઈચ્છે છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે દીકરીઓ શ્રેષ્ઠ હોય છે. રાહુલ વૈદ્યે 16 જુલાઈ 2021ના રોજ દિશા પરમાર સાથે લગ્ન કર્યા હતા. તેણે ‘બિગ બોસ 14’માં દિશાને પ્રપોઝ કર્યું હતું. લગ્ન પહેલા રાહુલ અને દિશા પરમાર એકબીજાને ડેટ કરતા હતા, પરંતુ તેઓએ પોતાના સંબંધોને બધાથી છુપાવીને રાખ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં દિશા પરમારે જણાવ્યું હતું કે રાહુલ વૈદ્ય સાથે તેની લવ સ્ટોરીની શરૂઆત કેવી રીતે થઈ હતી.
દિશા પરમારે કહ્યું હતું કે તેને રાહુલનું એક ગીત ખૂબ ગમ્યું હતું અને તેના પર તેણે ‘લવ ઇટ’ કોમેન્ટ કરી હતી. દિશા પરમાર ટીવી શો ‘બડે અચ્છે લગતે હૈં 2’માં જોવા મળી હતી. પરંતુ તેણે કોઈ કારણસર શો અધવચ્ચે જ છોડી દીધો અને પછી શો બંધ થઈ ગયો. ઉલ્લેખનીય છે કે, રાહુલ વૈદ્ય રિયાલિટી શો ‘બિગ બોસ 14’ અને ‘ખતરોં કે ખિલાડી 11’માં જોવા મળી ચૂક્યો છે.
View this post on Instagram