ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીના ડાયરામાં હાજરી આપવા માટે પહોંચ્યા રીવાબા જાડેજા, હકુભા-કાંધલ જાડેજાએ મન મૂકી પૈસા ઉડાડ્યા, 2000 નોટો ઉડાવતા જ… જુઓ વીડિયો

રીવાબા જાડેજા પર થયો રૂપિયાનો વરસાદ, કિર્તીદાન ગઢવીના ડાયરામાં લોકોએ મન મૂકીને 10થી લઈને 2000 સુધીનો નોટો ઉડાવી, જુઓ વીડિયો

Kirtidan gadhvi dayro in jamngar: હાલ આખા ગુજરાતમાં ડાયરાનો માહોલ જામી રહ્યો છે અને ઠેર ઠેર ગુજરાતના ખ્યાતનામ કલાકારો ડાયરાની રમઝટ બોલાવતા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે ડાયરાની અંદર કલાકારો પર ચલણી નોટોનો વરસાદ થવો એ પણ કોઈ નવી વાત નથી અને તેમાં પણ જો ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવીનો ડાયરો હોય તો પછી પૂછવું જ શું ?

ત્યારે હાલ જામનગરમાં મહારાણા પ્રતાપની જન્મ જ્યંતી નિમિત્તે જામનગર શહેરના પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા જામનગરમાં આવેલી પદમ હોટલ ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજનક રવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય કલાકાર તરીકે કિર્તીદાન ગઢવીએ ડાયરાના સુર છેડ્યા હતા. આ ડાયરામાં કિર્તીદાન પર ડોલર, પાઉન્ડ અને ચલણી નોટોનો વરસાદ થયો હતો.

ત્યારે આ ડાયરામાં ઉપસ્થિત રહેલા જામનગરના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા પણ ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે તેમના ઉપર પણ ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. આ ડાયરામાં 10 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની ચલણી નોટો ઉડાવવામાં આવી હતી.

ત્યારે આ રીતે 2000ની નોટો ડાયરામાં ઊડતી જોઈને કિર્તીદાન ગઢવીએ પણ ચાલુ ડાયરામાં જ લોકોને ટકોર કરતા જણાવ્યું હતું કે આ ચલણી 2000ની જે નોટ છે તે નોટો બેંકમાં જમા કરો ડાયરામાં ઉડાડો નહીં. કારણ કે 2000ની નોટ ચલણમાં બંધ થઈ છે. આ ભવ્ય લોકડાયરાની અંદર દૂર દૂરથી મહેમાનો અને મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

કિર્તીદાન ઉપરાંત હાસ્ય કલાકાર માયાભાઇ આહીર અને લોક ગાયિકા કિંજલ દવે પણ રમઝટ જમાવી હતી.  ત્યારે આ ડાયરામાં લોકોએ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પૂર્વ રાજ્ય મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રીવાબા જાડેજા પર રૂપિયાનો વરસાદ પણ કર્યો હતો. ત્યારે હવે આ ડાયરાના ઘણા વીડિયો અને તસવીરો  વાયરલ થઇ રહી છે.

Niraj Patel