આજે ગુજરાત અને મુંબઈની મેચમાં કોકીલકંઠી કિંજલ દવે પોતાના સુરથી લોકોને ઝુમાવશે, પર્ફોમન્સ પહેલાની તસવીરો અને વીડિયોએ જીત્યા દિલ

આજની IPLની રાતને સંગીતમય બનાવશે કોકીલકંઠી કિંજલ દવે, લાઈવ મેચમાં પર્ફોમન્સ માટે ખુબ જ છે ઉત્સાહિત, જુઓ શું કહ્યું ?

Kinjal dave live performance in ipl : દેશભરમાં ઉત્સવ આઇપીએલનો અંતિમ  આવી ગયો છે.  મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં રમી રહેલી ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમ ગુજરાતને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે, ત્યારે મુંબઈની ટીમે લખનઉને હરાવીને ક્વોલિફાયર 2માં પ્રવેશ કર્યો હતો. ત્યારે આજે સાંજે ગુજરાત સામે મુંબઈ ક્વોલિફાયર 2 રમશે અને જે ટીમ જીતશે તે ફાઇનલમાં પહોંચશે.

ક્વાલિફાયર 2 અને ફાઇનલ બંને મચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ રહી છે અને ક્રિકેટ રસિયાઓ પણ મેદાનમાં આ મેચ જોવાનો લ્હાવો માણવા ટિકિટો બુક કરાવી રહ્યા છે. ત્યારે આ બંને મેચમાં ક્રિકેટની સાથે સાથે ખાસ રંગારંગ કાર્યક્રમો પણ જોવા મળવાના છે, જેને લઈને પણ દર્શકોમાં ખાસો ઉત્સાહ જોવા મળશે.

આજે ક્વોલિફાયર 2 મુકાબલામાં એક ઇનિંગ પૂર્ણ થશે ત્યારે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કોકીલકંઠી કિંજલ દવે પર્ફોમન્સ આપશે. રાત્રે 9 વાગે કિંજલ દવે પર્ફોમ કરવાની છે જેને લઈને પણ ગુજરાતીઓ ખુબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

કિંજલ દવેએ પોતાની ગાયિકી દ્વારા ગુજરાત સમેત દેશ અને દુનિયામાં પણ ખુબ જ મોટું નામ બનાવ્યું છે. તેના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જનમેદની પણ ઉમટી પડતી હોય છે. વિદેશમાં પણ તેના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. ત્યારે અમદાવાદમાં લાઈવ મેચ દરમિયાન કિંજલ દવેના આ પર્ફોમન્સને લઈને તે પણ ખુબ જ ઉત્સાહિત છે.

કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયામાં મેચ અને પોતાના પર્ફોમન્સ પહેલાની તૈયારીઓની ઝલક પણ શેર કરી છે. કિંજલ દવેએ ગઈકાલે જ એક લાઈવ વીડિયો પણ શેર કર્યો હતો જેમાં તેને આ પર્ફોમન્સ વિશે વાત કરતા કહ્યું હતું કે, “હું ગુજરાત અને મુંબઈ વચ્ચે જે સેમિફાઇનલ મેચ થવાની છે તેમાં પર્ફોમ કરી રહી છું.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેને આગળ જણાવ્યું કે, “આ મારા માટે બહુ જ મોટી વાત છે. આટલી મોટી સંખ્યામાં અને વિશ્વના આ સૌથી મોટા સ્ટેડિયમમાં મને પર્ફોમ કરવા મળી રહ્યું છે તમારા બધાના પ્રેમ અને આશીર્વાદના લીધે એટલે હું ખુબ જ ઉત્સાહિત છું. કાલે ખાલી એક જ મેઈન પર્ફોમન્સ છે, એક જ કલાકાર પર્ફોમ કરવાનું છે અને એ હું છું”

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

આ ઉપરાંત કિંજલ દવેએ તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉભા રહીને પોઝ આપી રહી છે, સાથે જ પોતાની તૈયારીઓની ઝલક પણ બતાવી રહી છે. ત્યારે હવે દર્શકો પણ મેચ ચાલુ થવાની અને કિંજલ દવેના આ લાઈવ પર્ફોમન્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Niraj Patel