વાહ કવિરાજ વાહ… પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની બાજુમાં બેસીને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં રાજભા ગઢવીએ ગાયું સપાખરૂં, જુઓ વીડિયો

ગુજરાત માટે ગૌરવની ક્ષણ : રાજભા ગઢવીને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં મળ્યો હતો એવોર્ડ, બાગેશ્વર ધામના બાબાની બાજુમાં ઉભા રહીને સપાખરૂં ગાયું હતું, જુઓ વીડિયો

Rajbha gadhvi in england parliament : બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે અને ગુજરાતમાં તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ હાલ સુરતમાં પોતાનો દરબાર લગાવ્યો છે. જેના બાદ રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં પણ તેમનો દરબાર લાગવાનો છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં પણ બાબાના ઘણા બધા વીડિયો સામે આવ્યા છે.

ત્યારે જ હાલમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક એવા રાજભા ગઢવીએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર બે વીડિયો શેર કર્યા છે. જેમાં તે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની બાજુમાં બેસીને સપાખરૂં ગાઈ રહ્યા છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

રાજભાએ આ વીડિયો શેર કરવાની સાથે કોઈ માહિતી નથી આપી પરંતુ આ વીડિયો થોડા દિવસ પહેલા શૂટ કરવામાં આવ્યો હોય અને હાલમાં જ તેમને પોસ્ટ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. તેમના કેપશનમાં જણાવ્યા અનુસાર જ્યારે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં તેમને એવોર્ડ મળ્યો તે દરમિયાનનો આ વીડિયો છે.

રાજભાએ એક વીડિયો શેર કરવાની સાથે કેપશનમાં લખ્યું છે કે, “ઈન્ગ્લેન્ડની પાર્લામેન્ટમાં મને એવોર્ડ મળ્યો ત્યારની ખુશીની ક્ષણો !” આ  વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, રાજભા ગઢવી હાથમાં માઈક સાથે ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સંબોધન કરી રહ્યા છે અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પણ તેમની બાજુમાં બેઠા છે.”

અન્ય એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાજભા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં સપાખરૂં ગાય છે અને પંડિત ત્યાં હાજર સૌ મહેમાનો પણ ઝૂમી ઉઠે છે. આ દરમિયાન પણ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમની બાજુમાં જ બેઠેલા જોવા મળી રહ્યા છે. આ વીડિયોની સાથે રાજભાએ કેપશનમાં લખ્યું છે, “લંડંનની પાર્લામેન્ટમાં સપાખરુ !”

ત્યારે હવે રાજભા ગઢવી દ્વારા શેર કરવામાં આવેલા આ બંને વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને લોકો પણ આ વીડિયોને જોઈને રાજભા ગઢવીના વખાણ કરતા થાકતા નથી. કોમેન્ટની અંદર ઘણા લોકો રાજભાને “વાહ કવિરાજ” અને ગુજરાતનું ગૌરવ કહી રહ્યા છે.

Niraj Patel