IPLની ક્વોલિફાયર મેચમાં કિંજલ દવેએ જમાવ્યો રંગ, વિશ્વનું સૌથી મોટુ નરેન્દ્ર સ્ટેડિયમ કિંજલના સૂરથી ગુંજી ઉઠ્યુ

IPL મેચ દરમિયાન લાખો દર્શકો વચ્ચે કિંજલ દવેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોલાવી રમઝટ, ઝૂમી ઉઠ્યા લોકો

kinjal dave performing st Narendramodi stadium : IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 62 રને હરાવીને સતત બીજી વખત IPL ફાઇનલમાં જગ્યા બનાવી. મુંબઈને જીતવા માટે ગુજરાતે 234 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો હતો, પણ સૂર્યકુમાર યાદવના 61 અને તિલક વર્માના 43 રનની ઈનિંગ્સ છતાં ટીમ બધી ઓવર પણ રમી શકી ન હતી અને 18.2 ઓવરમાં 171 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી.

મોહિત શર્મા મેચનો હિરો રહ્યો હતો. આ સિવાય મોહમ્મદ શમી અને રાશિદ ખાને 2-2 વિકેટ ઝડપી હતી. ગુજરાતે શુભમન ગિલની શાનદાર 129 રનની ઇનિંગના આધારે 3 વિકેટ ગુમાવીને 233 રન બનાવ્યા હતા. તે પ્લેઓફમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર સાથે બેટ્સમેન બન્યો. ગિલ સિવાય સાઈ સુદર્શને 31 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી.

ત્યારે IPLની ક્વોલિફાયર મેચ અને ફાઇનલ મેચ અમદાવાદમાં રમાવાની હતી અને ગુજરાતના અમદાવાદ ખાતે યોજાયેલ IPLની સેમી ફાઇનલમાં એક ખૂબ જ ગૌરવશાળી ઘટના બની. ગુજરાતની લોકગાયિકા અને કોકિલકંઠી કિંજલ દવેએ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં લાઇવ પરફોર્મન્સ આપ્યુ. આ પરફોર્મન્સ પહેલા કિંજલ દવેએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવીને પોતાના ચાહકોને ખાસ આમંત્રણ પાઠવ્યું હતું.

તેણે જણાવ્યું હતુ કે તે ખૂબ જ ખુશ છે કે કારણ કે તે નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં તેનું પરફોર્મન્સ આપવાની છે, તેણે એવું પણ કહ્યુ હતુ કે આ તેના માટે સૌથી મોટી વાત છે કે વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમમાં તેને પરફોર્મન્સ કરવાની તક મળી. ત્યારે સેમી ફાઈનલની રાત્રીએ કિંજલ દવેએ ધૂમ મચાવી દીધી હતી કારણ કે કિંજલ દવેના સૂરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઝૂમાવી દીધુ હતુ.

ત્યારે આ દરમિયાનની કેટલીક તસવીરો કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરોમાં કિંજલ દવે ખૂબ જ સુંદર લાગી રહી છે. કિંજલ દવેની સ્ટાઇલ જોઈને કોઇ પણ ફિદા થઈ જાય. કિંજલ દવેએ પોતાના કાર્યક્રમ દરમિયાન વેસ્ટર્ન અને ટ્રેડિશનલનું કોમ્બિનેશન કેરી કર્યુ હતુ. ઓરેન્જ ટોપ સાથે કિંજલે ડેમીન જીન્સ અને વ્હાઇટ લોન્ગ શ્રગ કેરી કર્યુ હતું.

કિંજલ દવેએ ખરેખર લાખો જનમેદનીની વચ્ચે પોતાના સૂર લહેરાવી ગુજરાતીઓને મોજ કરાવી દીધી. કિંજલ દવેના પિતા લલિત દવેએ પણ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે તેમના પરિવાર સાથે સ્ટેડિયમમાં જોવા મળ્યા હતા.

તસવીરો શેર કરી તેમણે લખ્યુ હતુ, મારી દીકરીને વિશ્વના સૌથી મોટા નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરતા જોવું અને એ પણ મારા પરિવાર સાથે એ મારા માટે સ્વર્ગથી કમ નથી. તમારો પ્રેમ, મા ચેહરની કૃપા કાયમ રહે.

Shah Jina