10 વાર ફાઇનલમાં પહોંચવા વાળી CSKની ટીમને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ ખાસ અંદાજમાં શુભકામનાઓ, જુઓ વીડિયોમાં શું કહ્યું ?

સુરતમાં પહોંચેલા રીવાબાએ પોતાના પતિ અને ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમને લઈને કહી દીધી આ મોટી વાત, જુઓ વીડિયો

Rivaba Jadeja support Csk Team : IPLનો રોમાંચ હવે પૂર્ણ થવાના આરા પર છે, આજે મુંબઈ અને ગુજરાત સામે ક્વોલિફાયર 2નો જંગ રમાશે અને જે ટીમ જીતશે તે ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વ હેઠળ રમી રહેલી ટીમ ચેન્નાઇ સુપરકિંગ્સ સામે બાથ ભીડશે. ચેન્નાઇની ટીમ અત્યાર સુધી 10 વાર આઇપીએલની ફાઇનલમાં પહોંચી ચુકી છે અને તેમાંથી 4 વાર ખિતાબ પોતાના નામે પણ કર્યો છે.

ત્યારે હવે ચેન્નાઇના સમર્થકો પણ એ આશા રાખીને બેઠા છે કે આ વર્ષે ચેન્નાઇ વિજેતા બને. ત્યારે આ દરમિયાન ચાહકો સાથે સાથે ટીમના ખેલાડીઓના પરિવારજનો પણ ખેલાડીઓના ઉત્સાહ વધારતા જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં હવે ટીમના ઓલરાન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પણ સામેલ થયા છે.

રીવાબાએ હાલમાં જ સુરતની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમને ચેન્નાઇની ટીમને ખાસ અંદાજમાં શુભકામનાઓ પણ પાઠવી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં રીવાબા કહેતા જોવા મળી રહ્યા છે કે, “હું ચેન્નાઈના તમામ ખેલાડીઓ, સ્પોર્ટીંગ સ્ટાફ અને તમામ ચાહકોને કોન્ગ્રેચ્યુલેશન.”

રિવબાએ આગળ કહ્યું કે, “જેટલા પણ CSKના ચાહકો છે એમના માટે આ ગૌરવપૂર્ણ વાત છે. ચેન્નાઇ 10મી વાર ફાઇનલમાં પ્રવેશ્યું છે. જેનો શ્રેય ટીમને, તેના ખેલાડીઓને, સ્પોર્ટીંગ સ્ટાફને અને ચાહકોને પણ જાય છે, જેમની લાગણી પ્લેયરને સતત ઉત્સાહિત કરે છે અને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તેમને આગળ એમ પણ કહ્યું કે, “હું એક નોર્મલ ફેનની જેમ જ છું. હું સતત મારા હસબન્ડને સપોર્ટ કરું છું, મેન્ટલી, મોરલી, જે કઈપણ જરૂર પડે ત્યારે એમની સાથે રહેવું મારા માટે પ્રાયોરિટી છે.” જાડેજાના પર્ફોમન્સ વિશે વાત કરતા તેમને કહ્યું હતું કે, “જયારે કોઈપણ ફ્રેન્ચાઇઝી હોય કે પછી ઇન્ટરનેશનલ ક્રિકેટની વાત આવે અને ક્રિકેટ રમવાની વાત આવે ત્યારે તે પોતાનું સર્વેસર્વા આપતા હોય છે.”

Niraj Patel