બાગેશ્વર બાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા ગુજરાતના લોકગાયક કિર્તીદાન ગઢવી, જાણો બાબાએ શુ કહ્યુ ડાયરા સમ્રાટ વિશે…

બાગેશ્વર બાબાએ ગુજરાતના લોકગાયક કિર્તીદાન ગઢવીના કર્યા વખાણ, કહ્યુ-બહુત અચ્છા ગીત ગાતા હૈ…

Baba Bageshwar praises Kirtidan Gadhvi : હાલ તો ગુજરાતમાં બસ ચારેય બાજુ એક જ નામની ચર્ચા છે અને તે છે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી… ચર્ચાનું કારણ એ છે કે બાગેશ્વર બાબા આ દિવસોમાં ગુજરાતમાં છે અને તેઓ મહાનગરમાં દિવ્ય દરબાર યોજી રહ્યા છે. હાલમાં સુરત ખાતે બાબાનો દિવ્ય દરબાર યોજાયો હતો અને આ દરમિયાન ગુજરાતના લોકગાયક અને ડાયરા સમ્રાટ કિર્તીદાન ગઢવી પણ બાબાના આશીર્વાદ લેવા પધાર્યા હતા.

આ સમયે બાબાએ કીર્તિદાન વિશે એવું કહ્યુ કે જેની ચારેય બાજુ ચર્ચા થઈ રહી છે. સુરતમાં બાગેશ્વર બાબાનો ભવ્ય અને દિવ્ય દરબાર યોજાયો હતો અને આ દરમિયાન કીર્તિદાન ગઢવીએ હાજરી આપી દરબારની રોનક વધારી દીધી હતી. બાબા બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીજીના દિવ્ય દરબારમા લાખોની જન મેદની વચ્ચે કીર્તિદાન ગઢવીએ રાજી ખુશી બાબાના આશિર્વાદ લીધા હતા.

આ ઉપરાંત ખાસ તો એ છે કે આ દિવ્ય દરબારમાં કીર્તિદાન ગઢવીના વખાણ લાખો લોકોની વચ્ચે બાબા ધીરેન્દ્રશાસ્ત્રીએ કર્યા હતા. તેમણે કહ્યું કે હમારે પાસ કીર્તિદાન ગઢવી ભી આયા હૈં, બહુત અચ્છા ગીત ગાતા હૈં. યે બેઠાં હૈં બબુઆ. બહુત અચ્છા ગીત ગાતા હૈ. મેને તુમ્હારા ડમ ડમ ડમરુ વાલા સુના હૈં. હે ભોલેનાથ હમભી સુનેગે તુમે જાને કી જરૂરત તો નહીં ના ? જાઓગે ભી કેસે જબતક પેમેન્ટ ન મિલે.

હમારે ચેલે જો પેમેન્ટ દેને વાલે હૈ વોહ નહિ દેગે. ક્યોંકી હમ મના કર દેગે પેમેન્ટ દેને કો. હમ તુમ કો બાગેશ્વર ધામ બુલાએગે તુમ આના ઔર વહા ગીત ગાના. ત્યારે બાબા બાગેશ્વરની દિવ્ય વાણીથી કીર્તિદાન ગઢવી માટે જે શબ્દ નીકળ્યા તે ખરેખર લોકો માટે યાદગાર ક્ષણ કહેવાય. કારણ કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતે તેમને પોતાના દરબારમાં આમંત્રણ પાઠવવાની વાત કરી.

ત્યારે આ વચ્ચે બાબા બાગેશ્વરનો જે પહેલાથી વિરોધ કરી રહ્યા હતા તે પરષોત્તમ પીપળીયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને તેમણે લખ્યું કે, “અરે…કિર્તીદાન તમે પણ, આપ જ કીર્તિના દાતા છો, આપની ગાયકી જ આપની કીર્તિ છે, કીર્તિ માટે ભગવાન સિવાય માથું ટેકવવું આપની ગરિમા વિરુદ્ધ”.

Shah Jina