કચ્છી કોયલ ગીતાબેન રબારી પહોંચ્યા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લેવા, કહ્યુ- ઘણો આનંદ થયો

ગુજરાતના કચ્છી કોયલ તરીકે જાણિતા ગીતાબેન રબારીએ ભરથાર સાથે લીધી ધીરેન્દ્ર શાસ્ત્રીની મુલાકાત, તસવીરો શેર કરી વખ્યુ સનાતન ધર્મ અને આધ્યાત્મતાને લઇને કહ્યુ આવું…

Geetaben Rabari Meet Dhirendra Shastri : ગુજરાતની કચ્છી કોયલ તરીકે જાણિતા લોકગાયિકા ગીતાબેન રબારીને કોઇ ઓળખની જરૂર નથી. ગીતાબેનનો ચાહકવર્ગ ખુબ જ વિશાળ છે અને તેમના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટી પડતુ જોવા મળે છે. તેમના ચાહકો તો તેમના ગીતોની કાગડોળે રાહ પણ જોતા હોય છે.

ગીતાબેન રબારી માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશમાં પણ એક જાણીતું નામ બની ગયા છે. તેઓ ઘણીવાર તેમના કર્યક્રમોમાં તેમના ભરથાર પૃથ્વી રબારી સાથે પણ જતા હોય છે અને વિદેશમાં પણ જ્યારે તેમનો કોઇ કાર્યક્રમ હોય તે તો પણ ઘણીવાર પૃથ્વી રબારી જોવા મળે છે. ત્યારે હાલમાં જ ગીતાબેન તેમના ભરથાર સાથે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા પહોંચ્યા હતા.

આ દરમિયાનની કેટલીક તસવીરો ગીતાબેને તેમના સોશિયલ મીડિયામાં પણ શેર કરી છે, જે હાલ વાયરલ થઇ રહી છે. આ તસવીર શેર કરતા તેમણે લખ્યુ- બાઘેશ્વર બાલાજી ધામના પીઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીને મળવાનું થયુ અને તેમના આશીર્વાદ માટે ઘણો આનંદ થયો.

આ ઉપરાંત ગીતાબેને આગળ લખ્યુ- લોકોને સનાતન ધર્મ અને આધ્યાત્મતા જગાવાનું ઘણુ સુંદર કાર્ય કરી રહ્યા છે પૂજ્ય શાસ્ત્રીજી. જય સિયારામ, જય બાલાજી મહારાજ. તસવીરોમાં ગીતાબેન પારંપારિક પોશાકમાં સજ્જ જોવા મળી રહ્યા છે. આ તસવીરો ગીતાબેને શેર કર્યા બાદથી ચાહકો આ તસવીર પર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે અને કમેન્ટ કરી ગીતાબેનના વખાણ પણ કરી રહ્યા છે.

“રોણા શેરમાં” ગીત દ્વારા ગુજરાતના ઘર ઘરમાં પોતાનું આગવું નામ બનાવી ચૂકેલા ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી તેમના કાર્યક્રમોમાં મોટાભાગે પારંપરિક પરિવેશમાં જોવા મળતા હોય છે, પરંતુ બહુ જ જૂજ ગીતાબેનનો વેસ્ટર્ન લુક જોવા મળે છે. ગીતાબેન વિદેશમાં જાય ત્યારે તેઓ ઘણીવાર વેસ્ટર્ન લુકમાં ત્યાં આનંદ માણતા જોવા મળે છે, પરંતુ તેઓ તેમના કાર્યક્રમમાં તો પારંપરિક પરિવેશમાં જ સજ્જ હોય છે.

Shah Jina