કોઈ અપ્સરાથી કમ નથી ફાફ ડુ પ્લેસીસની પત્ની, ગ્લેમર તસવીરો જોઈને ઉડી જશે હોંશ
faf du plessis wife : હાલ આઇપીએલ (ipl) નો માહોલ ચાલી રહ્યો છે અને આઇપીએલના ખેલાડીઓ પણ આ દરમિયાન સતત ચર્ચામાં છે. બોલીવુડના કલાકારોની જેમ ક્રિકેટરોના અંગત જીવનમાં પણ તેમના ચાહકોને ખુબ જ રસ હોય છે અને તેમના પરિવાર વિશે પણ તે સતત જાણવા માટે આતુર રહેતા હોય છે. ક્રિકેટરોની જેમ જ તેમની પત્નીઓ પણ લાઇમલાઇટમાં છવાયેલી રહેતી હોય છે.
ત્યારે હાલ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (royal challengers bangalore) ના કપ્તાન ફાફ ડુપ્લેસીની પત્ની (faf du plessis wife) ઈમારી (Imari Visser) ચર્ચામાં આવી છે અને તેની પાછળનું કારણ તેની સુંદરતા છે. ઈમારી એટલી સુંદર છે કે તેની સામે બોલિવૂડ અભિનેત્રીઓની સુંદરતા પણ ફેલ છે. ક્રિકેટર ફાફ ડુ પ્લેસિસની પત્ની ઈમારીની ગ્લેમરસ સ્ટાઈલ કોઈને પણ દિવાના બનાવી શકે છે.
ઈમારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના આકર્ષક ફોટા શેર કરતી રહે છે. ઈમારી વિસરને ભારતીય કપડાં ખૂબ જ પસંદ છે. એકવાર જ્યારે ગ્લેન મેક્સવેલે IPL દરમિયાન તેમના લગ્નની પાર્ટી આપી હતી, ત્યારે ઈમારી સાડી પહેરીને પાર્ટીમાં સામેલ થઈ હતી. લોકોને તેની આ સ્ટાઈલ ઘણી પસંદ આવી.
ફાફ ડુ પ્લેસિસે લગભગ 10 વર્ષ પહેલા 23 નવેમ્બર 2013ના રોજ ઈમારી વિસર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી, ઇમારી વિસાર ઇમારી ડુ પ્લેસિસ બની. સ્ટાર કપલે કેપટાઉન નજીક ક્લીન જલજે વાઇન એસ્ટેટમાં લગ્ન કર્યા હતા. ફાફ અને ઈમરીએ લગ્ન પહેલા ઘણા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
ઈમારી ડુ પ્લેસિસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખ 96 હજાર ફોલોઅર્સ છે. તે અવારનવાર પોતાના ફેન્સ માટે મનમોહક તસવીરો શેર કરતી રહે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની પત્ની ઈમારી ડુ પ્લેસિસ વ્યવસાયે માર્કેટિંગ મેનેજર છે.
આ સ્ટાર કપલને વર્ષ 2013માં બે જોડિયા દીકરીઓ હતી, જેનું નામ એમિલી અને ઝો છે. ફાફ ડુ પ્લેસિસ આ દિવસોમાં IPL 2023માં સક્રિય છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમની સુકાન સંભાળી રહ્યો છે. આ વર્ષે પણ RCB જીતવા માટેના ભરપૂર પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. ડુ પેલ્સીસ પણ આ સીઝનમાં શાનદાર પર્ફોમન્સ કરી રહ્યો છે.