Ravindra Jadeja Wife Rivaba : ભારતમાં ક્રિકેટ કોઈ ઇમોશનથી કમ નથી અને ક્રિકેટ પ્રેમીઓ માટે IPL કોઈ તહેવારથી કમ નથી. IPL 2023 ખૂબ જ રોમાંચક રહી. ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત IPL ટાઇટલ જીત્યું. આ જીતનો હિરો રહ્યો ભારતીય ક્રિકેટ ટીમો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા. IPL 2023 ફાઇનલ મેચ જોવા માટે રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પણ ક્રિકેટ ગ્રાઉન્ડ પર હાજર રહ્યા હતા.
IPL 2023માં CSKની જીત સાથે ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને તેમાં રીવાબા જાડેજાના ફોટા સૌથી વધુ ટ્રેન્ડ કરી રહ્યા હતા. જીતની ખુશીમાં તેમણે પોતાના પતિ રવિન્દ્ર જાડેજાને ક્રિકેટ ગ્રાઉન્ડ પર પહેલા ચરણ સ્પર્શ કર્યા અને પછી તેમને ગળે લગાવ્યા. માથા પર પલ્લુ સાથે રીવાબા જાડેજાનો સાંસ્કૃતિક લુક બધાને પસંદ આવ્યો હતો. રિવાબા ગુજરાતના જામનગર ઉત્તર બેઠક પરથી ધારાસભ્ય છે.
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેમની કિલર બોલિંગ અને ડેશિંગ બેટિંગ માટે પ્રખ્યાત છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. રવિન્દ્ર જાડેજાની લવ લાઈફ પણ ઘણી ચર્ચામાં રહી છે. તેમની પત્ની રીવા સોલંકી ખૂબ જ સુંદર છે અને તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ પણ રહે છે. રવિન્દ્ર જાડેજાની પત્ની રીવા સોલંકીનો જન્મ 5 સપ્ટેમ્બર 1990ના રોજ ગુજરાતમાં થયો હતો.
તેમના પિતા હરદેવસિંહ સોલંકી એક બિઝનેસમેન છે અને માતા પ્રફુલ્લ સોલંકી ભારતીય રેલ્વેમાં નોકરી કરતા હતા. અગાઉ રીવાબા જાડેજાનું નામ રીવા સોલંકી હતું. તેમણે રાજકોટની આત્મીય ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે. રિવાબા જાડેજા અને ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ થયા હતા અને તેમણે 2017માં પુત્રી નિધ્યાને જન્મ આપ્યો હતો.
રીવાબા રવિન્દ્રની બહેનની સારી મિત્ર હતી. રીવાબા અને રવિન્દ્રની મુલાકાત તેના દ્વારા જ થઈ હતી. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી બિઝનેસમેન છે અને તેમને બે ખાનગી શાળાઓ અને એક હોટલ છે. રીવા સોલંકી પોતે 2019માં ભાજપ સાથે સંકળાયેલી હતી. તે કરણી સેનામાં મહિલા પાંખના વડા પણ રહી ચૂક્યા છે. રીવાબા તેમના માતા-પિતાની એકમાત્ર પુત્રી છે.
લગ્ન પહેલા જ જાડેજાને તેના સસરાએ લગભગ 1 કરોડની કિંમતની Audi Q7 કાર ભેટમાં આપી હતી. રીવાબા અને રવીન્દ્રના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય લગ્નમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.