IPL બાદ છુટ્ટી મનાવવા પત્ની ધનાશ્રી વર્મા સાથે પહાડો તરફ નીકળ્યો યુઝવેન્દ્ર ચહલ, ધનાશ્રી સાથે કરી ટ્રેકિંગ
Yuzvendra Dhanashree vacation Photos : ફુરસત સમયે લમ્હો ગુજારવાનું કોનું મન ના કરે, અને તેમાં પણ જો સેલિબ્રિટીઓની વાત આવે તો નવરાશનો સમય પસાર કરવો એ વધુ ખાસ બની જાય છે. IPL બાદ ટીમ ઈન્ડિયાનો સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલ ફરવા નીકળી ગયો છે. તેણે અને તેની પત્ની ધનશ્રીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો કોઈ પહાડી જગ્યાની લાગી રહી છે.
ચહલ અને ધનાશ્રીના ટ્રેકિંગની અને બીજી ઘણી તસવીરો પર ચાહકોએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. ચહલે IPL 2023માં રાજસ્થાન રોયલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી તે હાલ બ્રેક પર છે. તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. વાસ્તવમાં ચહલે ટ્વિટર પર ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં તે પત્ની ધનશ્રી સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં અન્ય એક છોકરી પણ છે.
આ તસવીરો પર ચાહકો લાઇક કરી રહ્યા છે અને આના પર કમેન્ટ પણ કરી રહ્યા છે. બીજી જે તસવીરો સામે આવી છે તેમાં પતિ-પત્ની બંને મસૂરીના સુંદર નજારાની મજા લેતા જોવા મળે છે. જો વાત પહાડોની હોય અને અહીં ચા અને મેગીની મજા ન લેવામાં આવે તો તે તદ્દન ખોટું છે. તસવીરોમાં ધનશ્રી વર્મા મેગી બનાવતી અને ક્યારેક તેના પતિ સાથે ચાનો આનંદ માણતી જોવા મળે છે.
પતિ અને પ્રખ્યાત ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના ફોટા અને વીડિયો શેર કરતા ધનશ્રી વર્માએ લખ્યું, ‘રીકનેક્ટ કરતા પહેલા ડિસ્કનેક્ટ કરો. કેટલીકવાર તમને તમારી આસપાસની પ્રકૃતિની જરૂર હોય છે અને તેની સાથે તમને ચા, મેગી અને સારી કંપનીની જરૂર હોય છે. આ ફોટોમાં ક્યાંક ધનશ્રી વર્મા મેગી બનાવતી જોઈ શકાય છે તો ક્યાંક યુઝવેન્દ્ર ચહલ આરામ કરતો જોવા મળી રહ્યો છે.
ધનશ્રી વર્માની આ પોસ્ટ પર ઘણી બધી કોમેન્ટ આવી રહી છે અને એક કોમેન્ટમાં લખ્યું છે, ‘જંગલમાં મંગલ’. ઘણા લોકો પોતાને ધનશ્રીના મોટા ચાહક ગણાવે છે. જણાવી દઈએ કે ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ સાથે 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. ચહલની વાત કરીએ તો, ચહલે IPL 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 14 મેચમાં 21 વિકેટ લીધી હતી.
ચહલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 17 રનમાં 4 વિકેટ ઝડપી રહ્યું હતું.તેણે આ સિઝનમાં ત્રણ વખત 4 કે તેથી વધુ વિકેટ લેવાનું કારનામું કર્યું છે. ચહલની ટીમ રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે હતી. ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નહિ, રાજસ્થાને 14 મેચ રમીને 7 મેચ જીતી હતી. જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
Let’s wander where the WiFi is weak..!! ⛰ pic.twitter.com/arnZM1iPhV
— Yuzvendra Chahal (@yuzi_chahal) June 4, 2023
જણાવી દઈએ કે ચહલે ટીમ ઈન્ડિયા માટે ઘણા શાનદાર પ્રદર્શન પણ કર્યા છે. પરંતુ તેને હજુ સુધી એક પણ ટેસ્ટ મેચમાં રમવાની તક મળી નથી. ચહલે ભારત માટે 72 વનડેમાં 121 વિકેટ લીધી છે. જ્યારે 75 T20 મેચમાં તેણે ટીમ ઈન્ડિયા માટે 91 વિકેટ ઝડપી છે. તેણે IPLની 145 મેચમાં 187 વિકેટ લીધી છે.
View this post on Instagram