‘પ્યાર કા પંચનામા’ ફેમ એક્ટ્રેસ સોનાલીએ બિઝનેસમેન બોયફ્રેન્ડ સાથે લીધા ફેરા, મારી એવી એન્ટ્રી કે બધાની આંખો ખુલ્લી જ રહી ગઇ

પિંક લહેંગામાં સ્વર્ગની પરી જેવી લાગે છે ખૂબસુરત, ફેન્સ માટે ખુશખબરી છે

Sonnalli Seygall Wedding: ફિલ્મ ‘પ્યાર કા પંચનામા 2’થી લાઈમલાઈટમાં આવેલી સોનાલી સહગલ છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. સોનાલીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ આશિષ સજનાની સાથે 7 જૂને એટલે કે આજે એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા. આ પહેલા અભિનેત્રીની મહેંદીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

આ સાથે જ બ્રાઈડલ લુકમાં પણ સોનાલીની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. સોનાલીએ લગ્ન બાદ તેના પતિ સાથેની ત્રણ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે આવતાની સાથે જ વાયરલ થઇ ગઇ. પિંક જોડામાં અભિનેત્રીનો બ્રાઇડલ લુક ધૂમ મચાવી રહ્યો છે, એટલું જ નહીં, દુલ્હનના જોડામાં સોનાલીની એન્ટ્રી પણ જબરદસ્ત છે, તેણે તેના પેટ ડોગ સાથે મંડપમાં એન્ટ્રી કરી હતી.

સોનાલીએ લગ્નના ખાસ અવસર પર ભારે પિંક અને સિલ્વર સાડી પહેરી હતી. આ સાથે સોનાલીએ માથા પર દુપટ્ટો પણ રાખ્યો હતો. સોનાલીએ પોતાના લગ્નને ખૂબ જ ખાનગી રાખ્યા હતા. આમાં ફક્ત તેના કેટલાક ખાસ લોકો સામેલ હતા, જેમાં ઘણા ટીવી અને ફિલ્મ સ્ટાર્સ સિવાય કાર્તિક આર્યન અને મંદિરા બેદી જોવા મળ્યા હતા. અભિનેત્રી આ દરમિયાન ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ટીવી એક્ટર કરણ વી ગ્રોવર પણ તેની પત્ની સાથે જોવા મળ્યો હતો. આ લગ્નમાં અભિનેત્રી લક્ષ્મી રાય પણ પહોંચી હતી, જે સોનાલીની ખાસ મિત્ર છે. લગ્નની તસવીરો સિવાય અભિનેત્રીની મહેંદી સેરેમનીની પણ બે તસવીરો સામે આવી, જે બોલિવૂડની મહેંદી કલાકાર વીણા નાગડાએ શેર કરી હતી. વીણાએ જ અભિનેત્રીને મહેંદી લગાવી હતી.

જણાવી દઇએ કે, સોનાલી સહગલે આશિષ સાથેના તેના સંબંધોને ઘણા સમયથી દુનિયાથી છુપાવીને રાખ્યા હતા. તે લાંબા સમયથી આશિષને ડેટ કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રી છેલ્લા 5-6 વર્ષથી આશિષ સાથે રિલેશનશિપમાં છે, જોકે બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી. આશિષ વ્યવસાયે બિઝનેસમેન છે, તેની ઘણી હોટલ છે.

લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ બંનેએ પોતાના પ્રેમને લગ્ન સુધી લઈ જવાનો નિર્ણય કર્યો છે. 7 જૂન 2023ના રોજ બંનેએ પ્રાઈવેટ સેરેમનીમાં સાત ફેરા લીધા હતા. અહેવાલો અનુસાર, સોનાલી તેના લગ્નને ગુપ્ત રાખવા માંગતી હતી અને તેથી જ તેના ચાહકો માટે આ સમાચાર આશ્ચર્યજનક છે. આ પહેલા હિન્દુસ્તાન ટાઈમ્સે અહેવાલ આપ્યો હતો કે બંને પોતાના અંગત જીવન વિશે કોઈને જણાવવા માંગતા નથી.

સોનાલીએ હંમેશા પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ ખાનગી રાખી છે. સોનાલીના અભિનય કરિયરની વાત કરીએ તો અભિનેત્રીએ વર્ષ 2011માં ‘પ્યાર કા પંચનામા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. લવ રંજન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કામ કર્યા બાદ સોનાલી ‘પ્યાર કા પંચનામા 2’માં પણ જોવા મળી હતી.

અભિનેત્રીએ ‘વેડિંગ પુલાવ’માં પણ પોતાના કામથી બધાનું દિલ જીતી લીધું હતું. સોનાલી થોડા સમય પહેલા સલમાન ખાન સાથે થમ્સ અપની એડમાં પણ જોવા મળી હતી. સોનાલીએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેને જોઈએ તેવી પ્રસિદ્ધિ મળી નથી. તેણે ‘જય મમ્મી દી’, ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’, ‘નૂરાની ચેહરા’, ‘સેટર્સ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina