આ છે MS ધોનીની સાદગી… કરોડોના માલિક હોવા છત્તાં જરા પણ નથી ઘમંડ… તસવીરો જોઇ તમે પણ થઇ જશો હેરાન

અરબોની દોલત પણ એક પૈસાનો ઘમંડ નહિ, જુઓ કેવી સાદગી અને સંસ્કારોવાળું જીવન જીવે છે MS ધોની, 10 ફોટો જુઓ

Mahendra Singh Down-to-Earth Photos : ‘ધોની’ માત્ર એક નામ નથી, પરંતુ એક ઇમોશન છે. ધોનીના ચાહકોની સંખ્યા હજારો-લાખોમાં નહિ પણ કરોડોમાં છે. તેના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેનું નામ ક્રિકેટ જગતમાં ગુંજતું રહે છે. લોકો તેની વ્યૂહરચના, કપ્તાની અને મેદાન પરના પ્રદર્શનના ઉદાહરણો આપે છે.

જો કે, ફેન્સ માત્ર ધોનીની રમતના જ નહીં પરંતુ તેના વ્યક્તિત્વના પણ દિવાના છે. મહેન્દ્ર સિંહ ધોની અબજોની સંપત્તિના માલિક છે. પણ તે છતાં તેમને એક પૈસાનું પણ અભિમાન નથી. તે ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. તેનું એક કારણ એ છે કે ધોની પ્રખ્યાત અને અમીર બનતા પહેલા મધ્યમ વર્ગના પરિવારમાંથી હતો. તેણે ટ્રેનમાં TTEની નોકરી પણ કરી છે.

7 જુલાઈ 1981ના રોજ બિહારના રાંચીમાં જન્મેલા ધોનીને આટલા પૈસા હોવા છતાં દેખાડો કરવાનું પસંદ નથી. તે સાદગીપૂર્ણ જીવન અને ઉચ્ચ વિચારમાં માને છે. સોશિયલ મીડિયા પર ધોનીની ઘણી એવી તસવીરો છે જે તેને ડાઉન ટુ અર્થ વ્યક્તિ બતાવે છે. તેમને જોઈને ચાહકોને તેમના વ્યક્તિત્વનો ખ્યાલ આવી જાય છે.

ધોની ક્યારેય સંસ્કારોની વિરુદ્ધ જઈને કોઈ કામ કરતો નથી. ધોની પાસે પોતાનું ફાર્મહાઉસ છે અને અહીં તે ખેતી પણ કરે છે. ઘણી વખત ધોની પોતે ખેતી કરતો અને ટ્રેક્ટર ચલાવતો પણ જોવા મળ્યો છે. તેને વાહનોનો ઘણો શોખ છે. તે તેની બાઇકને ઘણીવાર પોતાની જાતે સાફ કરતા જોવા મળ્યા છે. ધોની એક ફેમિલી મેન છે.

તેણે વર્ષ 2010માં સાક્ષી ધોની સાથે લગ્ન કર્યા હતા. બંને એક હોટલમાં મળ્યા, જ્યાં સાક્ષી રિસેપ્શન પર કામ કરતી હતી. અહીંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ અને વાત લગ્ન સુધી પહોંચી. લગ્નના 5 વર્ષ પછી 6 ફેબ્રુઆરી 2015ના રોજ તેમના ઘરે પ્રિન્સેસનો જન્મ થયો અને કપલે તેમની દીકરીનું નામ જીવા ધોની રાખ્યું.

ધોની તેની પત્ની અને પુત્રી બંનેની ખૂબ નજીક છે. તેની પત્ની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર ધોની અને જીવા સાથેની તસવીરો પણ શેર કરે છે. 15 ઓગસ્ટ 2020 કે જ્યારે આખો દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો હતો.

ત્યારે જ એવા સમાચાર આવ્યા જેણે બધાની આંખો ભીની કરી દીધી. ધોનીએ જાહેરાત કરી કે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે. આ સમાચાર સાંભળીને ચાહકો રડવા લાગ્યા. ધોનીને નિવૃત્ત થયાને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ તેની કમી હજુ પણ ખલે છે.

Previous Article

ખજુરભાઈનો જીવદયા પ્રેમ જોઈને ગદગદ થયા ચાહકો, રસ્તામાં વાહનોથી કચડાયેલા પ્રાણીને પોતાના હાથે ઉઠાવીને દફનાવ્યું, જુઓ વીડિયો

Next Article

એરપોર્ટ પર સાથે જોવા મળ્યા વિક્કી-કેટરીના, ઓલ બ્લેક લુકમાં જોવા મળી કપલની ગજબ કેમેસ્ટ્રી- જુઓ તસવીરો અને વીડિયો

error: Unable To Copy Protected Content!