વિરાટ કોહલીએ તેના કાંડા પર બાંધી એટલી મોંઘી અને લગ્ઝરી ઘડિયાળ કે કિંમત જાણી ઉડી જશે તમારા પણ હોંશ

Virat Kohli New Watch: વિરાટ કોહલી અવારનવાર પોતાના લુક અને સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પાસે મોંઘી ઘડિયાળોનું કલેક્શન છે. આ ઘડિયાળોની કિંમત લાખોમાં છે. વિરાટ કોહલી હવે બીજી લક્ઝરી ઘડિયાળ પહેરીને દેખાયો છે.

વિરાટ કોહલીએ હાલમાં જ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં વિરાટ સેન્ટોસ ડી કાર્ટીયર ગ્રીન ડાયલ ઘડિયાળ પહેરેલો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીએ પહેરેલી ઘડિયાળની કિંમત લગભગ 7,95,000 રૂપિયા છે.

આ પહેલા વિરાટ કોહલી પાટેક ફિલિપ નોટિલસ ઘડિયાળ સાથે જોવા મળ્યો હતો. તેની કિંમત લગભગ 57 લાખ રૂપિયા હતી. વિરાટ કોહલી પાસે બ્લેક ડાયલ Daytona ઘડિયાળ પણ છે, જેની કિંમત 20 લાખ રૂપિયા છે. વિરાટ પાસે Patek Philippe Aquanaut ઘડિયાળ છે, જેની બજારમાં કિંમત 30 થી 35 લાખ રૂપિયા છે.

વિરાટ કોહલીના ઘડિયાળ કલેક્શનમાં Rolex DayDate 40 પણ સામેલ છે. આ ઘડિયાળની કિંમત લગભગ 27 લાખ રૂપિયા છે. વિરાટ કોહલી હાલમાં લાંબા બ્રેક પર છે. હવે તે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં જોવા મળશે.

Shah Jina