સ્વરૂપવાન પત્ની સાગરિકા સાથે માલદીવ્સમાં ઝહીર ખાન, દરિયાકિનારે થયા રોમેન્ટિક, જુઓ PHOTOS
Zaheer Khan with Wife In Maldives : ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’થી રાતોરાત સ્ટાર બની ગયેલી અભિનેત્રી સાગરિકા ઘાટગેને કોઈ ઓળખની જરૂર નથી. સાગરિકાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મી પડદે હોકી રમીને લોકોના દિલમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું હતું. બોલિવૂડ અને સ્પોર્ટ્સ સાથે ખાસ કનેક્શન ધરાવતી સાગરિકા ઘાટગેએ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ અનુભવી ઝડપી બોલર ઝહીર ખાન સાથે લગ્ન કર્યા છે.
ઝહીર ખાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના આટલા વર્ષો પછી પણ ચર્ચામાં છે. તેનું મુખ્ય કારણ એ છે કે તે હજુ પણ ક્રિકેટ સાથે જોડાયેલો છે. ઝહીર ખાન હજુ પણ મેચોમાં કોમેન્ટ્રી કરતો જોવા મળે છે. એટલું જ નહીં તે ક્રિકેટ સાથે જોડાયેલી બાબતો પર પણ પોતાનો અભિપ્રાય આપતો રહે છે. ત્યારે હાલમાં ઝહીર ખાન ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તે પોતાની તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં આવ્યો છે.
ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન તેની પત્ની સાગરિકા ઘાટગે સાથે માલદીવમાં રજાઓ માણી રહ્યો છે. જેની કેટલીક તસવીરો પણ તેણે અને સાગરિકાએ શેર કરી છે. ઝહીર ખાને પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પત્ની સાથેની તસવીરો શેર કરી છે. ઝહીર સાગરિકા સાથે મજાની પળો વીતાવતો જોવા મળે છે. કપલ બીચ પર ક્યારેક સેલ્ફી લઇ રહ્યા છે તો ક્યારેક પાણીની અંદર જોવા મળે છે.
ઝહીર અને સાગરિકાની માલદીવની તસવીરો હાલમાં હેડલાઇન્સમાં છે. જણાવી દઈએ કે 8 જાન્યુઆરીએ કોલ્હાપુરના રાજવી પરિવારમાં જન્મેલી સાગરિકા ઘાટગેના પિતા વિજય ઘાટગે પોતે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા. બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી અને મોડલ હોવા ઉપરાંત સાગરિકા હોકી પ્લેયર પણ રહી ચુકી છે. ફિલ્મોની સાથે સાગરિકા ‘ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી 6’માં પણ જોવા મળી હતી.
સાગરિકા જ્યારે ભણતી હતી ત્યારે જ તેને જાહેરાતો અને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. ઉલ્લેખનીય છે કે, ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના લગ્ન 23 નવેમ્બર 2017ના રોજ થયા હતા. રિપોર્ટ્સનું માનીએ તો સાગરિકા એક કોમન ફ્રેન્ડ દ્વારા એક પાર્ટીમાં ઝહીર ખાનને મળી હતી અને બંનેની સારી ટ્યુનિંગ બાદ બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.
યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્નમાં જ્યારે સાગરિકા ઝહીર ખાન સાથે જોવા મળી હતી, ત્યારે તેમના સંબંધોના સમાચાર વાયરલ થયા હતા. આ પછી બંને અવારનવાર એકબીજા સાથે સ્પોટ થવા લાગ્યા. એકબીજાને ડેટ કર્યા બાદ ઝહીર ખાન અને સાગરિકા પોતાના સંબંધોને લગ્નનું નામ આપવા માંગતા હતા. પણ બંનેનો ધર્મ અલગ હતો.
ઝહીર ખાન મુસ્લિમ હતો અને સાગરિકા હિંદુ હતી.આવી સ્થિતિમાં બંનેને લગ્ન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સાગરિકા અને ઝહીરના પરિવારને તેમના સંબંધો સામે કોઈ વાંધો નહોતો. બંનેના પરિવારજનોએ તેમના સંબંધોને લીલી ઝંડી આપી દીધી. ઝહીર ખાનનું મરાઠી બોલવું અભિનેત્રીના પરિવારને પસંદ હતું.
View this post on Instagram
પરિવારની સંમતિથી સાગરિકાએ વર્ષ 2017ના એપ્રિલ મહિનામાં ઝહીર ખાન સાથે સગાઈ કરી અને નવેમ્બરમાં બંનેએ લગ્ન કરી લીધા અને હંમેશા માટે એકબીજાનો હાથ પકડી લીધો. હાલ આ કપલ સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે.
View this post on Instagram