ધોનીની સાદગીનો વધુ એક વીડિયો આવ્યો સામે, ફ્લાઇટના ઈકોનોમી ક્લાસમાં કરી સફર, કેન્ડી ક્રેશ રમતા જોઈને ચાહકો પણ થયા ઉત્સાહિત, જુઓ વીડિયો

ફલાઇટમાં સફર કરી રહેલા ધોનીને એરહોસ્ટેસે આપી સ્વીટ સરપ્રાઈઝ, ધોનીના રિએક્શને જીત્યા દિલ, જુઓ વીડિયો

MSD Was Traveling In Economy Class : ક્રિકેટની દુનિયામાં મહેન્દ્ર સિંહ ધોની એક મોટું નામ બની ગયો છે, આજે ભલે તે ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ ખુબ જ વિશાળ છે. મહેન્દ્ર સિંહ ધોનીનું ફેન ફોલોઇંગ ભારતમાં જ નહિ દુનિયાભરમાં ફેલાયેલું છે અને આ વાતનો અંદાજો આઇપીએલ પરથી લગાવી શકાય છે.

ચેન્નાઇ સુપર કિંગ્સની આગેવાની કરી રહેલા ધોનીની મેચ જે પણ રાજ્યમાં રમાતી હોય ત્યાં માહોલ પણ ધોનીમય બની જાય છે. ત્યારે લોકો મહેન્દ્ર સિંહ ધોનીની સાદગીથી પણ ખુબ જ પ્રભાવિત થતા હોય છે. ત્યારે હાલ ધોનીની સાદગીનું એક વધુ ઉદાહરણ જોવા મળ્યું, જયારે તે ફલાઇટના ઈકોનોમી ક્લાસમાં સફર કરી રહ્યો હતો.

સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પત્ની સાક્ષી સાથે ફલાઇટની સફર કરતો જોવા મળી રહ્યો છે. ઘૂંટણની સર્જરી બાદ એમએસ ધોની પત્ની સાક્ષી સાથે ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા. તે ફ્લાઈટમાં પોતાના ટેબલેટ પર કેન્ડી ક્રશ રમી રહ્યો હતો.

આ દરમિયાન તેની સાથે જે થયું તે જોઈને બધાના ચહેરા પર સ્મિત આવી ગયું. મહેન્દ્ર સિંહ ધોની પોતે બધું જોઈને હસવા લાગ્યો. વાસ્તવમાં ફ્લાઈટમાં હાજર એક એર હોસ્ટેસે ધોનીને ચોકલેટ ભેટમાં આપી હતી. વાયરલ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ધોની ઈકોનોમી ક્લાસમાં પત્ની સાક્ષી સાથે બેઠો છે.

આવી સ્થિતિમાં, એક એર હોસ્ટેસ આવે છે અને ચોકલેટથી ભરેલી ટ્રે ધોનીની સામે મૂકે છે. તે ટ્રેમાં ઘણી ચોકલેટ હતી, પરંતુ ધોનીએ તેમાંથી એક જ ખજૂરનું પેકેટ લીધું અને હસતાં હસતાં ટ્રે સાથે ચોકલેટ પાછી આપી. એર હોસ્ટેસે વધુ ચોકલેટ લેવાનું કહ્યું, પરંતુ ધોનીએ હસતાં હસતાં ના પાડી અને આભાર કહ્યું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

નોંધનીય છે કે IPL 2023 ઘૂંટણની સમસ્યાથી પીડિત જોવા મળ્યો હતો. તેણે આખી સિઝન પીડા સાથે રમી અને ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યું. ફાઈનલ જીત્યા બાદ ધોનીએ મુંબઈમાં પોતાના ઘૂંટણની સર્જરી કરાવી હતી. IPL 2023 ના અંત પછી, ધોનીએ કહ્યું હતું કે તે આગામી IPL સિઝનમાં પણ તેના ચાહકો માટે રમવા માંગે છે.

Niraj Patel