એરપોર્ટ પર સાથે જોવા મળ્યા વિક્કી-કેટરીના, ઓલ બ્લેક લુકમાં જોવા મળી કપલની ગજબ કેમેસ્ટ્રી- જુઓ તસવીરો અને વીડિયો

બ્લેક આઉટફિટમાં વિક્કી કૌશલ અને કેટરીના કૈફે મારી એરપોર્ટ પર એન્ટ્રી, યુઝર્સ બોલ્યા- રાત્રે સનગ્લાસેસનું શું કામ

Vicky Katrina Twin In Black : બોલિવૂડ સ્ટાર કપલ વિક્કી કૌશલ અને કેટરિના કૈફની જોડી ચાહકોને પસંદ છે. બંનેને સાથે જોઈને ચાહકો ખૂબ જ ખુશ થાય છે. કપલ પણ ઘણીવાર એકસાથે સ્પોટ થાય છે, ત્યારે હાલમાં જ વિક્કી કૌશલ અને કેટરીના કૈફ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને એક જ આઉટફિટમાં જોવા મળ્યા હતા. વિક્કી કૌશલ અને કેટરીના કૈફની તસવીરો સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. આ તસવીરોમાં વિક્કી કૌશલ કૂલ લુકમાં જોવા મળી રહ્યો છે,

જ્યારે કેટરિના ખૂબ જ સુંદર લાગી રહી છે. વિક્કી કૌશલ અને કેટરિના કૈફ એકસાથે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા હતા. વિક્કી -કેટરિનાની આ તસવીરને ફેન્સ ખૂબ શેર કરી રહ્યાં છે. આ વાયરલ તસવીરમાં વિક્કી કૌશલ બ્લેક કેપ પહેરેલો જોવા મળ્યો હતો. વિક્કી કૌશલની આ તસવીર પર ચાહકોએ પ્રેમ વરસાવ્યો હતો. તસવીરોમાં વિક્કી અને કેટરિના એક જેવા આઉટફિટમાં જોવા મળ્યા હતા, જે બ્લેક રંગના હતા.

કેટરિના કૈફનો આ નવો લૂક ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ તસવીર આવતાની સાથે જ કેટરિના કૈફ સોશિયલ મીડિયા પર ફેમસ થઈ ગઈ હતી. વિક્કી કૌશલની આ સિમ્પલ સ્ટાઈલના ચાહકો દીવાના થઇ ગયા હતા. વિક્કી કૌશલ અને કેટરીના કૈફની આ તસવીરો તે સમયની છે જ્યારે બંને એરપોર્ટ પર જોવા મળ્યા હતા. વિક્કી કૌશલ અને કેટરીના કૈફને બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક માનવામાં આવે છે.

જ્યાં પણ તેઓ સાથે જોવા મળે છે ત્યાં તેઓ લાઇમલાઇટ લૂંટી લે છે. કેટ અને વિક્કીનો એરપોર્ટનો લુક એકદમ ગજબ હતો અને તેમની કેમેસ્ટ્રી પણ જોતા જ બની રહી હતી. વિક્કી કિલર લુક આપી રહ્યો હતો, જ્યારે કેટ બાર્બી ડોલ જેવી દેખાતી હતી. આ દરમિયાન કેટ બ્લેક હૂડી, શૂઝ અને જોગર્સ સાથે સનગ્લાસ પેર કરતી જોવા મળી હતી. તો બીજી તરફ, વિકીએ પણ પેન્ટ, બ્લેક શૂઝ અને સનગ્લાસ સાથે કેપ અને બ્લેક હૂડીની જોડી બનાવી હતી.

તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ કપલના વખાણ કરતા થાકતા નથી. જો કે બંને રાત્રે સનગ્લાસ પહેરવાને કારણે ટ્રોલ થઈ રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘રાત્રે સનગ્લાસની શું જરૂર. જણાવી દઈએ કે આ પહેલા વિક્કી અને કેટરીનાની એક તસવીર ખૂબ જ વાયરલ થઇ હતી, જેમાં તેઓ ઢળતી સાંજે એકબીજામાં ખોવાઈને પોઝ આપી રહ્યા હતા અને પછી બંને રોમેન્ટિક વેકેશન પર નીકળ્યા.

તસવીરમાં વિક્કી અને કેટરીના તેમના ઘરની બાલ્કનીમાં સૂર્યાસ્તની સામે એકબીજાને પ્રેમથી જોતા જોવા મળ્યા હતા. આ ફોટોમાં તેઓ એકબીજાનો હાથ પણ પકડી રહ્યા છે. કપલના આ ફોટો પર ઘણા ફેન્સ અને સેલેબ્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું ‘આવી પત્ની, સૂર્યાસ્ત સાથેની ચા, બીજું શું જોઈએ છે.’ બીજાએ લખ્યું, ‘પરફેક્ટ મેચ, વિક્કી અન્ય અભિનેત્રીઓ કરતાં કેટરીના સાથે વધુ હેન્ડસમ અને ચાર્મિંગ લાગે છે.

આશા છે કે બંને જલ્દી મોટા પડદા પર સાથે જોવા મળશે. જણાવી દઈએ કે વિક્કી કૌશલ તાજેતરમાં જ ફિલ્મ ઝરા હટકે ઝરા બચકેમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 2 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. જેમાં સારા અલી ખાન લીડ રોલમાં છે. લક્ષ્મણ ઉતેકરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina