જ્યારે એરપોર્ટ પર આલિયા ભટ્ટને જોઇ પેપરાજી કહેવા લાગ્યા ‘માતા સીતા’ તો અભિનેત્રીએ ચહેરો ઢાંકી આપ્યુ એવું રિએક્શન કે વીડિયો થઇ ગયો વાયરલ

એરપોર્ટ પર આલિયા ભટ્ટને જોઇ પેપરાજી કહેવા લાગ્યા માતા સીતા તો શરમાઇ ગઇ અભિનેત્રી, ફિલ્મ રામાયણમાં પતિ રણબીર સાથે કાસ્ટ થવાની ચાલી રહી છે ચર્ચા

Paparazzi called Alia Bhatt ‘Sita ji’ : રામાયણ ફિલ્મની જાહેરાત બાદ એક પછી એક વિવાદો વધી રહ્યા છે. એક તરફ, આલિયા ભટ્ટ હાલમાં જ નિતેશ તિવારીની રામાયણમાં સીતાની ભૂમિકા નિભાવવાને લઇને ચર્ચામાં છે, ત્યાં રામની ભૂમિકા રણબીર કપૂર નિભાવશે તેવું પણ ચર્ચાઇ રહ્યુ છે. ત્યારે હાલમાં આલિયા ભટ્ટને જ્યારે પેપરાજીએ સ્પોટ કરી ત્યારે તેઓએ અભિનેત્રીને સીતાને મા કહેવાનું શરૂ કર્યું.

હાલમાં જ્યારે પ્રભાસ અને ક્રીતિ સેનનની ફિલ્મ આદિપુરુષ રિલીઝ થઇ છે, અને ક્રીતિ સેનન આ ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવી રહી છે. આવી સ્થિતિમાં આલિયાનો સીતા મા કહેવાનો વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. આલિયા ભટ્ટ Netflix Tudum 2023 ઈવેન્ટમાં હાજરી આપવા માટે બ્રાઝિલ જવા રવાના થઈ હતી.

જ્યારે તે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઇ ત્યારે પેપરાજીએ તેને જોઇ સીતા મેમ સીતા મેમ કહેવાનું શરૂ કર્યુ. આ વીડિયોમાં આલિયા કલરફુલ સ્વેટશર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળી હતી. આલિયા કારમાંથી નીચે ઉતરી કે તરત જ પેપરાજીએ તેને ‘સીતા મેમ’ કહેવાનું શરૂ કર્યું, આલિયા થોડી શરમાઈ ગઈ અને પછી તેણે પોતાનો ચહેરો ઢાંકી દીધો. ત્યારે વીડિયો જોયા બાદ એક યુઝરે કમેન્ટ કરી, “મને નથી લાગતું કે કોઈ આલિયાને સીતાના રૂપમાં જોવા માંગે છે.”

અન્ય યુઝરે લખ્યું, “તમે સીતા માની આલિયા સાથે કેવી રીતે તુલના કરી શકો ? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમેકર નિતેશ તિવારીની આગામી ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર ભગવાન રામ અને આલિયા સીતા માતાના રોલમાં જોવા મળશે તેવી ચર્ચા ચારેકોર થઇ રહી છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થશે.

ત્યાં ફિલ્મની સત્તાવાર જાહેરાત પણ આ વર્ષે દિવાળી સુધીમાં થઈ શકે છે. સોશિયલ મીડિયા પર એવા પણ અહેવાલ હતા કે દિગ્દર્શકે આ ફિલ્મમાં રાવણના રોલ માટે સાઉથના સુપરસ્ટાર યશને પસંદ કર્યો હતો પણ તાજેતરના અહેવાલો અનુસાર, યશ અત્યારે તેની કારકિર્દીમાં નકારાત્મક ભૂમિકા કરવાનું પસંદ નથી કરતો. આ કારણે તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે.

આલિયા ટૂંક સમયમાં ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનથી હોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે અને ટૂંક સમયમાં જ કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ છે અને જયા બચ્ચન, શબાના આઝમી તેમજ ધર્મેન્દ્ર પણ છે. આ રોમેન્ટિક કોમેડી-ડ્રામા ફિલ્મ 28 જુલાઈ, 2023ના રોજ રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina