દીકરા કરણ દેઓલની સંગીત સેરેમનીમાં તારા સિંહ બનીને પહોંચ્યો સની દેઓલ, ડાંસ જોઇ લોકો બોલ્યા- ગજબની એનર્જી

દીકરાના સંગીતમાં ‘તારા સિંહ’ બનીને પહોંચ્યો સની દેઓલ, ‘ગદર 2’નો લુક જોઇ લોકોએ કરી દીધો ટ્રોલ

Sunny Deol’s Son Sangeet ceremony : સની દેઓલનો પુત્ર કરણ દેઓલ દ્રિષા આચાર્ય સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. ત્યારે લગ્ન પહેલા 16 જૂન શુક્રવારે રાત્રે મુંબઈમાં સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શનમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ સહિત પરિવારના તમામ સભ્યોએ ભાગ લીધો હતો.

ઈવેન્ટમાં સની દેઓલ તેની આગામી ફિલ્મ ગદર 2ના લૂકમાં જોવા મળ્યો હતો. તારા સિંહના ગેટઅપમાં અભિનેતાને જોયા બાદ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં, સની કુર્તા-પાયજામામાં અને પાઘડી સાથે પોઝ આપતો જોવા મળે છે, જે તેના ગદર લુક જેવો છે.

બીજા એક વિડિયોમાં તે 2001ની બ્લોકબસ્ટર ફિલ્મ ગદરના ઉદિત નારાયણ દ્વારા ગાયેલું ગીત મૈં નિકલા ગડી લેકે પર પરફોર્મ કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ અભિનેતાની ઘણી ટીકા થઈ રહી છે. એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે, “હાઈટ્સ ઓફ પ્રમોશન”. અન્ય એક યુઝરે લખ્યું, “ફિલ્મના પ્રમોશન માટે પુત્રના લગ્ન કરાવ્યા છે કે શું.”

બીજી કોમેન્ટમાં લખ્યું, “આ એ લોકો છે જે પૈસા પાછળ દોડે છે, પુત્રના લગ્નમાં પણ પ્રમોશન.” તમને જણાવી દઈએ કે ગદરની સિક્વલ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ જ દિવસે બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની એનિમલ અને અક્ષય કુમારની OMG 2 પણ રીલિઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina