Jennifer Mistry with Baby Roshanara : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મિસિસ રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવીને ચર્ચામાં આવેલી જેનિફર મિસ્ત્રી બંસીવાલ છેલ્લા કેટલાક સમયથી ઘણી ચર્ચામાં છે. તેણે શોના નિર્માતા અસિત મોદી અને પ્રોજેક્ટ હેડ વિરૂદ્ધ ઘણું કહ્યું છે.
ઘણા વર્ષો સુધી ‘તારક મહેતા…’ના સેટ પર અપમાનનો સામનો કર્યા પછી જેનિફરે આખરે હિંમત બતાવી અને શો છોડી દીધો. જેનિફરે ત્રણ લોકો વિરૂદ્ધ કેસ પણ નોંધાવ્યો છે. ત્યારે હવે ઘણા દિવસો પછી અભિનેત્રી ખુશ છે, જેનું કારણ તેની ભત્રીજી છે. જેનિફરે તેની ભત્રીજી રોશનારાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
ચાહકોને આ વીડિયો બતાવતા તેણે કેપ્શનમાં લખ્યું, “મારી ભત્રીજી રોશનારા, એપ્રિલ 2023માં જન્મેલી.” મારા ભાઈના મૃત્યુના એક અઠવાડિયા પછી જ્યારે અમને તેમના આ દુનિયામાં આગમનની જાણ થઈ. 9 સપ્ટેમ્બર 2022ના રોજ ભાઈનું અવસાન થયું હતુ અને એનો જન્મ થયો ત્યારે એ જોઈને અમારા બધામાં એક આશાનું કિરણ જન્મ્યુ. મારો ભાઈ પિતા બનવા માંગતો હતો, કાશ તે અમારા વચ્ચે હોત.”
જેનિફરે વધુમાં ઉમેર્યું, “મેં તેનું નામ રોશન રાખ્યું, પરંતુ મારી ભાભીએ મને બીજું નામ રાખવા કહ્યું અને અંતે અમે રોશનારા નામ રાખ્યું. મને અહેસાસ થયો કે મારા ભાઈની આત્માએ કહ્યું કે તેણે તેને આ નામ આપ્યું છે. હું મારા રોશન ફુઈની પ્રિય હતી અને તે ઈચ્છતો હતો કે તેની પુત્રી તેની પ્રિય બને. હું લાંબા સમયથી રોશન તરીકે જાણીતી છું…મિસ્ત્રી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન…આ દિવસ બદલ ભગવાનનો આભાર.”
View this post on Instagram