લગ્ન બાદ બીજી પત્ની રૂપાલી સાથે સિંગાપુરમાં હનીમુન મનાવી રહ્યા છે આશીષ વિદ્યાર્થી, લોકોએ કહ્યું વાહ ખુબ જલસા છે

Ashish Vidyarthi Honeymoon: દિગ્ગજ અભિનેતા આશિષ વિદ્યાર્થી થોડા દિવસો પહેલા પોતાના બીજા લગ્નને લઈને ખૂબ ચર્ચામાં હતા. અભિનેતાએ 57 વર્ષની ઉંમરે ફેશન એન્ટરપ્રિન્યોર રૂપાલી બરુઆ સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તેમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર આવતા જ કેટલાક યુઝર્સ 57 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરવાને કારણે તેમને ટ્રોલ કરવા લાગ્યા હતા.

જો કે, અભિનેતાએ ટ્રોલર્સની બિલકુલ પરવા ન કરી અને રૂપાલી સાથે તેમના જીવનનો આનંદ માણી રહ્યા છે. હાલમાં જ આશિષ પત્ની સાથે વેકેશન પર છે, જ્યાંથી તેમણે એક તસવીર શેર કરીને અપડેટ આપી છે. કપલની આ તસવીર ઈન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આશિષ વિદ્યાર્થીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પત્ની રૂપાલી સાથેના વેકેશનની તસવીર શેર કરી છે,

જેમાં બંને હસતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટને શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, “આભાર પ્રિય મિત્ર, તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે.. આયુકરણ બંધુ… અલશુકરણ જિંદગી. આ સુંદર તસવીર માટે ટીનટીન આભાર.” કપલના આ ફોટો પર યુઝર્સ તરફથી ઘણી કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું, “ઓલ ધ બેસ્ટ. મેડ ફોર ઇચ અધર,”

બીજા યુઝરે લખ્યું, “સુંદર તસવીર, ખુશ કપલ, સુંદર સ્મિત…” બીજાએ લખ્યું, “હેપ્પી પિક્ચર. ભગવાન તમને બંનેને આશીર્વાદ આપે અને તમને ઘણી ખુશીઓ આપે એવી શુભેચ્છા. ” ત્યા કેટલાક યુઝર્સે તો ફરીથી અભિનેતાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. જણાવી દઇએ કે, ગયા મહિને આશિષે રૂપાલી સાથે પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા.

આશિષના આ બીજા લગ્ન છે. જ્યારે આશિષે લગ્ન માટે ઓફ-વ્હાઈટ લુક કેરી કર્યો હતો, ત્યાં રૂપાલીએ ખાસ દિવસ માટે સફેદ અને ગોલ્ડન સાડી પસંદ કરી હતી. રૂપાલી પહેલા આશિષના લગ્ન રાજોશી બરુઆ સાથે થયા હતા અને 2022માં તેમના છૂટાછેડા થઈ ગયા. જો કે, આશિષને 57 વર્ષની ઉંમરમાં બીજા લગ્ન કરવા બદલ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા.

Shah Jina