Neha Kakkar on Divorce rumours : બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કર આ દિવસોમાં તેના પતિ રોહનપ્રીતને લઈને ચર્ચામાં છે. ભૂતકાળમાં, સિંગરની બર્થડે પાર્ટીમાં રોહન જોવા ન મળતા ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઇ ગયા હતા અને નારાજ પણ હતા. ઘણા યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું કે કપલના સંબંધોમાં બધુ બરાબર નથી.
જો કે હવે નેહાએ આ તમામ બાબતોનો સચોટ જવાબ આપ્યો છે. તેણે રોહનપ્રીત સાથેના કેટલાક રોમેન્ટિક ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. નેહા અને રોહનપ્રીત તાજેતરમાં જ સિક્રેટ વેકેશન પર ગયા હતા. જ્યાંની તસવીરો હવે સિંગરે પોસ્ટ કરી છે. નેહાએ રોહનપ્રીત સાથે નાઈટ આઉટની કેટલીક સેલ્ફી પોસ્ટ કરી હતી.
તેમાંથી એકમાં તેણે પતિના ગાલ પર સુંદર કિસ કરી. ફોટા શેર કરતા નેહાએ કેપ્શનમાં લખ્યું, “પતિ સાથે અદ્ભુત રજાઓમાંથી શહેરમાં પાછા!! @rohanpreetsingh. રોહનપ્રીતે નેહાની પોસ્ટ પર કોમેન્ટ કરી. તેણે લખ્યું, “ક્યા યાત્રા હે મેરે પ્યાર!”.ત્યારે હવે બંનેને સાથે જોઇ ચાહકોએ રાહતનો શ્વાસ લીધો છે.
આ તસવીરો પર ઘણા યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “તમે બંને સાથે છો એ જોઈને આનંદ થયો..ક્યૂટ કપલ, પરંતુ રોહન તમારી બર્થડે પાર્ટીમાં કેમ ન હતો.” અન્ય એક યુઝરે લખ્યું, “દુનિયાનું સૌથી સુંદર કપલ” નેહા અને રોહનપ્રીતના લગ્નમાં મુશ્કેલીની અટકળો ત્યારે શરૂ થઈ જ્યારે નેહાએ 6 જૂને તેનો જન્મદિવસ ઉજવ્યો. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી પાર્ટીઓની ઘણી તસવીરો શેર કરી હતી.
તેની પ્રથમ પાર્ટી તેના માતાપિતા સાથે હતી. જો કે રોહનપ્રીત તસવીરોમાં દેખાતો ન હતો. બાદમાં, તેણે ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી સહિત તેના મિત્રો સાથે તેનો ખાસ દિવસ ઉજવ્યો. રોહનપ્રીત ત્યાં પણ ગાયબ હતો. જણાવી દઈએ કે નેહાએ 24 ઓક્ટોબર, 2020ના રોજ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા.