પહેલા દિવસે જ બોક્સ ઓફિસ પર ધમાકો મચાવવા તૈયાર ‘આદિપુરુષ’ ! એક લાખથી વધારે એડવાન્સ ટિકિટ બુક…

પહેલા દિવસે તૂટશે બધા રેકોર્ડ ! પ્રભાસની ફિલ્મ બોક્સ ઓફિસ પર રચશે ઇતિહાસ, એડવાન્સ બુકિંગમાં કરી અધધધધ કમાણી

Adipurush Advance Booking: બધાની રાહ બસ હવે ખત્મ થવાની છે, થોડા જ કલાકો પછી બોક્સ ઓફિસ પર ‘આદિપુરુષ’ રીલિઝ થઇ જશે. ફિલ્મની રીલિઝ પહેલા જ મેકર્સને લઇને સ્ટાર્સ સુધીના ચહેરા પર મોટી સ્માઇલ છે અને આનું કારણ ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડા છે. ફિલ્મના એડવાન્સ બુકિંગના આંકડાઓએ લોકોમાં એક્સાઇટમેન્ટ લેવલ વધારી દીધું છે. જ્યાં કેટલાક સ્ટાર્સે ‘આદિપુરુષ’ માટે ટિકિટ ખરીદીને દાન કર્યું છે.

ત્યાં ભગવાન રામના ભક્તો આ ફિલ્મ જોવા માટે દિલ થામી રાહ જોઈ રહ્યા છે. ટિકિટના એડવાન્સ બુકિંગની પ્રક્રિયા સતત ચાલુ છે. ‘આદિપુરુષ’ જોવા માટે લોકો પહેલા જ દિવસે મોટી સંખ્યામાં થિયેટરોમાં ઉમટી પડશે. એકવાન્સ બુકિંગના આંકડા કહે છે કે પહેલા જ દિવસે ‘આદિપુરુષ’ ઘણા રેકોર્ડ તોડી શકે છે. આવી સ્થિતિમાં, ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે એડવાન્સ બુકિંગના પ્રારંભિક આંકડા દરેક સાથે શેર કર્યા છે.

તરણ આદર્શે ગુરુવારે સવારે 11 વાગ્યા સુધીની એડવાન્સ બુકિંગની સ્થિતિ જણાવી. તેમના અનુસાર, અત્યાર સુધીમાં હિન્દી અને તેલુગુ ભાષાઓમાં 4,79,811 ટિકિટ બુક કરવામાં આવી છે. જો કે આ આંકડાઓમાં હજુ સિનેપોલના આંકડા ઉમેરવામાં આવ્યા નથી. ફિલ્મ સમીક્ષકોના મતે આદિપુરુષની રિલીઝના પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર સુનામી આવવાની છે. ગયા શુક્રવારે PVRમાં 1 લાખ 26 થી વધુ ટિકિટ બુક થઈ હતી.

જ્યારે INOXમાં 96,502 ટિકિટ બુક થઇ હતી. જો કે, એવું પણ માનવામાં આવે છે કે સાંજ સુધીમાં આ આંકડામાં વધારો થવાનો છે. તમામ આંકડાઓ જોયા બાદ એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ શાહરૂખ ખાનની પઠાણનો ઓપનિંગ ડેનો રેકોર્ડ પણ તોડી નાખશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલિવૂડ એક્ટર રણબીર કપૂર ગરીબ બાળકો માટે ફિલ્મ ‘આદિપુરુષ’ની 10,000 ટિકિટ બુક કરાવશે.

જણાવી દઈએ કે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન દરેક સિનેમામાં એક સીટ ખાલી રહેશે. આદિપુરુષ ફિલ્મની ટીમનું માનવું છે કે ‘જ્યાં પણ રામાયણનો પાઠ થાય છે, ત્યાં હનુમાન જરૂર હાજર હોય છે, આ અમારી માન્યતા છે અને આ માન્યતાને માન આપીને મેકર્સે દરેક સિનેમા હોલમાં એક સીટ હનુમાનજી માટે ખાસ આરક્ષિત રાખવાનો નિર્ણય કર્યો છે.

રવિવારથી જ આદિપુરુષનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતુ અને ત્રણ દિવસમાં જ PVR તરફથી એક લાખ ટિકિટો વેચાઈ હતી. આમાંથી 25% તો દક્ષિણના રાજ્યોમાંથી છે. ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવું છે કે ફિલ્મ તમામ ભાષાઓ સહિત પ્રથમ દિવસે 50 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે અને હિન્દી વર્ઝનમાં ફિલ્મ 15થી 18 કરોડનું કલેક્શન કરી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Taran Adarsh (@taranadarsh)

Shah Jina