કેટરીના કેફ વાળતી જોવા મળી કચરો તો લોકો બોલ્યા- ધર્મપત્ની હોય તો આવી…જુઓ વીડિયો

સૂર્યવંશીના સેટ પર કેટરીના કૈફે વાળ્યો હતો કચરો, અક્ષયે છુપી રીતે બનાવી લીધો વીડિયો અને પછી જુઓ શું થયુ

Katrina Kaif Throwback Video : બોલિવૂડની સોથી સુંદર હસીનાઓમાંની એક કેટરિના કૈફ પોતાના ખાસ અંદાજથી ચાહકોનું દિલ જીતી લે છે. કેટરીના તેની સાદગીના કારણે લોકોને ખાસ પસંદ છે. કેટરીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની તસવીરો-વીડિયો શેર કરી ચર્ચામાં રહે છે. હાલમાં કેટરીના કૈફનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટરિના કૈફ કચરો વાળતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટરિના કૈફ સફેદ સૂટમાં જોવા મળી રહી છે. ખુલ્લા વાળ અને નો મેકઅપ લુકમાં તે કચરો વાળી રહી છે. આ વીડિયોમાં અક્ષય કુમારનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. તે કહે છે કે કેટરિના જી તમે શું કરી રહ્યા છો ? પછી કેટરીના કહે છે સફાઇ અને આ પછી તે અક્ષયને મારવા લાગે છે. સાથે જ અક્ષય પણ કહે છે કે તું મને કેમ મારી રહી છે, તો કેટરીના હસવા લાગે છે. કેટરિનાનો આ વીડિયો અક્ષય કુમારે જ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

જણાવી દઇએ કે આ વીડિયો અક્ષય દ્વારા ફેબ્રુઆરી 2020માં શેર કરાયો હતો, જેને લાખો લાઇક્સ અને લાખો વ્યુઝ મળ્યા હતા. આ વીડિયો શેર કરી અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું- સ્વચ્છતા અભિયાનની નવી બ્રાન્ડ એમ્બેસેડર સૂર્યવંશીના સેટ પર જોવા મળી. આ વીડિયો જોયા બાદ એક ચાહકે કહ્યું, વાહ શું વાત છે, બ્યુટી વિથ બ્રેઇન, ધર્મપત્ની હોય તો આવી. એક બીજાએ કહ્યું કે કેટરિના શો-ઓફ નથી કરતી, તે ખૂબ જ સિમ્પલ છે તેથી જ તે ક્વીન છે.

તમને જણાવી દઈએ કે, કેટરીના અને અક્ષયની ફિલ્મ સૂર્યવંશી 5 નવેમ્બર 2021ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. સૂર્યવંશી ફિલ્મમાં અક્ષય 11 વર્ષ પછી કેટરીના સાથે સ્ક્રીન પર જોવા મળ્યા હતા. બંને છેલ્લે 2009માં આવેલી ફિલ્મ તીસ માર ખાનમાં સાથે દેખાયા હતા. અક્ષય અને કેટરીનાએ ઘણી સફળ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને પહેલીવાર 2007માં આવેલી ફિલ્મ નમસ્તે લંડનમાં સાથે આવ્યા હતા. આ પછી કેટરિના અને અક્ષયે વેલકમ અને સિંઘ ઈઝ કિંગ અને દે દના દન જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

કેટરીના છેલ્લે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે હોરર કોમેડી ફોન ભૂતમાં જોવા મળી હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. હવે તે જલ્દી જ સલમાન ખાન સાથે ટાઈગર 3 માં જોવા મળશે. આ સિવાય કેટરીના શ્રીરામ રાઘવનની ફિલ્મ મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિ સાથે જોવા મળશે.એવું માનવામાં આવે છે કે ટાઇગર 3 આ વર્ષના અંતમાં રિલીઝ થશે. આ ફિલ્મની રિલીઝની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

Shah Jina