લોકો બોલ્યા- “છોકરી દિલદાર છે” રવીના ટંડનની દીકરીએ ફોટોગ્રાફરને આપેલું પોતાનું પ્રોમિસ કર્યુ પૂરુ, રાશા થડાનીએ ગ્રેજ્યુએટ થવા પર પેપરાજીને..
Rasha Thadani distributes sweet packets : બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરી રાશા થડાની ભલે એક્ટિંગની દુનિયાથી દૂર હોય, પરંતુ તે પેપરાજીની ફેવરિટ બની ગઈ છે. હાલમાં જ રાશા થડાનીએ જે કર્યું તે જોઈને દરેક તેના દિલથી વખાણ કરી રહ્યા છે. રવિનાની લાડલી રાશા હાલમાં જ ગ્રેજ્યુએટ થઇ છે. જ્યારે તેને મુંબઈ એરપોર્ટ પર પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી તો તેઓએ રાશા પાસે મિઠાઇ માગી,
જે બાદ રાશાએ વચન આપ્યું હતું કે હવે જ્યારે પણ તે આવશે ત્યારે તે ચોક્કસપણે મીઠાઈ લાવશે. રાશા થડાનીએ પોતાનું વચન પાળ્યું. આ વખતે જ્યારે રાશા મુંબઈ એરપોર્ટ પર દેખાઈ ત્યારે તે પોતાની સાથે મીઠાઈ લઈને આવી હતી. રવિના ટંડનની પુત્રી રાશાએ પોતાના હાથે પેપરાજીને મીઠાઈઓ વહેંચી હતી. રાશા થડાની દરેક માટે કાજુ કતરી લઈને આવી હતી.
તેણે બોક્સ ખોલ્યું અને તમામ પેપરાજી અને ફોટોગ્રાફર્સને મીઠાઈઓ વહેંચી. કાજુ કતરીનું વિતરણ કરતી વખતે રાશા કહે છે કે લાસ્ટ ટાઇમ કહ્યુ હતુ ને ? રાશાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. મીઠાઈ વહેંચતી વખતે, રાશાએ પોતે પણ એક ટુકડો ખાધો.
રાશાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેના પર યુઝર્સ તરફથી ઘણી કોમેન્ટ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે, ‘છોકરી દિલદાર હે ભાઈ.’, બીજા યુઝરે લખ્યું છે કે, ‘તેની પરવરિશ ખૂબ જ સારી છે, તેનું હૃદય સારું છે. બીજાએ લખ્યુ, ‘વચન નિભાવ્યુ, ખૂબ જ સારી રીતે રવિના મેમે ઉછેર કર્યો છે.
જો કે, કેટલાક યુઝર્સ એવા હતા જેમણે કહ્યું કે રાશા માત્ર એક બોક્સ લાવી હતી. તેણે દરેકને ઓછામાં ઓછી અડધો કિલો મીઠાઈ આપવી જોઇતી હતી. જણાવી દઇએ કે, રાશા થડાનીનો જન્મ 16 માર્ચ 2005ના રોજ થયો હતો. રાશા માત્ર અભ્યાસમાં ટોપર નથી, પણ અદ્ભુત રીતે ગાય પણ છે. તે ઘણાં સંગીતનાં ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડે છે. આટલું જ નહીં રાશા તાઈકવાન્ડોમાં બ્લેક બેલ્ટ છે.
View this post on Instagram