પિતાના જન્મદિવસ પર કિંજલ દવેએ લખી સ્પેશિયલ નોટ, તસવીરો શેર કરી લખ્યુ- જ્યારે જ્યારે મારી આંખ રડી ત્યારે…

કિંજલ દવેએ પિતા લલિત દવેના જન્મદિવસ પર શેર કરી ખૂબસુરત તસવીરો, કેપ્શને ખેંચ્યુ બધાનું ધ્યાન

ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા અને કોકિલકંઠી કિંજલ દવે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા તે પવન જોશી સાથે તેની સગાઇ તૂટવાને લઇને ચર્ચામાં આવી હતી તો હાલમાં તે તેના વિશ્વના સૌથી મોટા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેના લાઇવ પરફોર્મન્સને લઇને ચર્ચામાં હતી. ક્વોલિફાયર 2 મુકાબલામાં એક ઇનિંગ પૂર્ણ થયા બાદ કિંજલ દવેએ પર્ફોમન્સ આપ્યુ હતુ.

કિંજલ દવેના આ પરફોર્મન્સને લઇને ગુજરાતીઓ પણ ખુબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, કિંજલ તેના પરિવારને ખૂબ પ્રેમ કરે છે અને તે પરિવારના બધા સભ્યો સાથે સારુ એવું બોન્ડિંગ પણ શેર કરે છે. કિંજલ તેના સોશિયલ મીડિયામાં ઘણીવાર તેના પરિવાર સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે.

ત્યારે હાલમાં કિંજલે તેના પિતાના જન્મદિવસ પર ઇન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી અને લાંબી નોટ લખી પિતાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. કિંજલે પિતા સાથેની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યુ- જ્યારે જ્યારે મારી આંખ રડી ત્યારે ત્યારે જેનું હૃદય રડ્યું એ છે મારા પપ્પા!! સંસ્કાર સાથે જેણે સંઘર્ષ શીખવ્યો એ મારા પપ્પા!!

લાગણીથી નવડાવતા ભલે ઓછું આવડે પણ મારી બધી માંગણી પૂરી કરે એ મારા પપ્પા!! ભલે મારા વખાણ ઓછા કરે પણ જેની આપેલી એક શાબાશી પણ ભારત રત્ન જેવી લાગે એ મારા પપ્પા!! આ બે દર્દ દુનિયામાં ક્યાં છે મારું કોઈ તમારા જેવુ હમદર્દ હે મારા પપ્પા!!?? અને સાંભળો હર જન્મે મને મળજો મારા બાપ થઈને નકર મારું શું થશે? હે મારા પપ્પા!!??

તમારા જેવું લખતા તો નથી આવડતું છતાં પણ રાત્રે 2 વાગે તમારા માટે કંઈક લખવાનો પ્રયત્ન કરી રહી છું તમારા જન્મદિવસે તમારી આ દીકરી તરફથી બહુ બધો વાલ બહુ બધો પ્રેમ, Happy birthday daddy. કિંજલની આ પોસ્ટથી કોઇને પણ ખ્યાલ આવી જશે કે તે તેના પિતાને કેટલો પ્રેમ કરે છે.

કિંજલે જે તસવીરો શેર કરી છે, તેમાં તેના બાળપણની પણ કેટલીક તસીવરો છે જેમાં તે તેના પિતા સાથે જોવા મળી રહી છે. એક તસવીરમાં કિંજલ ટ્રેડિશનલ અવતારમાં તેના પિતાનો હાથ પકડેલી જોવા મળી રહી છે. બે તસવીરો તેના બાળપણની છે, જેમાં તે પિતા લલિત દવે સાથે જોવા મળી રહી છે.

આ ઉપરાંત બીજી પણ ઘણી તસવીર છે જેમાં તે તેના પિતાને ગળે લગાડતી, મસ્તી ભરેલા અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. આ સિવાય એક તસવીરમાં તે તેના પિતા સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેએ માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના સૂરીલા અને મધૂર અવાજથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા. કિંજલ દવેનું ફેન ફોલોઈંગ ઘણુ વિશાળ છે અને તે તેના કાર્યક્રમોમાં તેની શાનદાર એન્ટ્રી માટે પણ જાણીતી છે. કિંજલ કોઈપણ કાર્યક્રમમાં એન્ટ્રી માટે હંમેશા લક્ઝુરિયસ કારમાં જ સવાર થાય છે.તેની એન્ટ્રી ઓડી, બીએમડબલ્યુ અને મોંઘીદાટ કારોમાં જ થાય છે.

Shah Jina