‘તારક મહેતા…’ની જૂની સોનુ ઉર્ફે ઝીલ મહેતાને થયો પ્રેમ ? આ ખાસ વ્યક્તિ સાથે થઇ રોમેન્ટિક- વીડિયો વાયરલ

જૂની ‘સોનુ’ થઈ ગઈ મોટી, આ વ્યક્તિ સાથે લવઅફેરની ચર્ચાઓ! જુઓ ક્યૂટ તસવીરો

Taarak Mehta’s former Sonu aka Jheel Mehta : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નાની સોનુનો રોલ પ્લે કરનાર ઝિલ મહેતા ઘણીવાર ચર્ચામાં રહે છે. જો કે, ‘સોનુ’નો રોલ કરીને દરેક ઘરમાં ફેમસ થયેલી ઝીલ હવે ઘણી મોટી થઈ ગઈ છે. સોનાલિકા આત્મારામ ભીડે એટલે કે સોનુ ભીડે બનનાર પ્રથમ અભિનેત્રી ઝિલ મહેતા હતી, જેણે થોડા સમય પછી અભિનય છોડી દીધો હતો.

ઝિલ મહેતા હવે ટીવી સ્ક્રીન પર દેખાતી નથી,પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. ઝિલ મહેતાએ તાજેતરમાં જ દુનિયા સમક્ષ પોતાની લવ લાઈફનો ખુલાસો કર્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલની જૂની સોનુ એટલે કે ઝિલ મહેતા રોમેન્ટિક રિલેશનશિપમાં છે.

થોડા સમય પહેલા અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે તેના બોયફ્રેન્ડ સાથે ખૂબ જ રોમેન્ટિક મૂડમાં જોવા મળી હતી.કેપ્શનમાં તેણે હાર્ટ શેપ્ડ અને એવિલ આઈ ઈમોજી બનાવ્યુ હતુ. જો કે, ઝીલે હજી સુધી તેના જીવનની ખાસ વ્યક્તિ વિશે વધુ શેર કર્યું નથી.

ઝિલ મહેતાના ટ્રાન્સફોર્મેશનની વાત કરીએ તો, આ એક્ટ્રેસ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી બદલાઈ ગઈ છે. તે ખૂબ જ સુંદર લાગે છે અને તેની ફેશન સ્ટાઇલ પણ અદ્ભુત છે. ઝિલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.તેના ઇન્સ્ટાગ્રામ પરથી સ્પષ્ટ થાય છે કે અભિનેત્રીને ટ્રાવેલિંગનો ખૂબ શોખ છે.

જણાવી દઈએ કે ઝિલ લાંબા સમય સુધી તારક મહેતામાં કામ કરતી હતી. પરંતુ અભ્યાસને કારણે તેણે શો છોડી દીધો હતો. હવે તે ગ્લેમર વર્લ્ડથી અંતર બનાવી રહી છે. ઝિલ મહેતાએ વર્ષ 2008 થી 2012 દરમિયાન સોનુ ભીડેની ભૂમિકા ભજવી હતી. ઝીલ મહેતા પછી સોનુ ભીડેનું પાત્ર નિધિ ભાનુશાળીએ ભજવ્યું અને નિધિએ પણ થોડા વર્ષો પછી તારક મહેતા છોડી દીધો.

હાલમાં સોનુ ભીડેનું પાત્ર અભિનેત્રી પલક સિધવાણી ભજવી રહી છે. બીજી તરફ, જો અહેવાલોનું માનીએ તો, અભિનય છોડ્યા પછી, ઝિલ મહેતા અભ્યાસ પૂરો કર્યા પછી તેની માતા સાથે સૌંદર્યનો વ્યવસાય સંભાળી રહી છે. ઝિલ મહેતા મેકઅપ આર્ટિસ્ટ છે અને તેની માતા હેરસ્ટાઈલિસ્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by Jheel Mehta (@jheelmehta_)

Shah Jina