કરીના કપૂરે પતિ સૈફ અલી ખાન, બહેન કરિશ્મા કપૂર અને કાકા સાથે એન્જોય કર્યુ વીકેંડ ડિનર- જુઓ વીડિયો

વીકેન્ડ પર કરીના કપૂરે ફેમીલી સાથે એન્જોય કર્યુ ડિનર, સૈફની વાત સાંભળી ના રોકાયુ હસવું- જુઓ વીડિયો

Saif & Kareena Outside Restaurent: બોલિવૂડના સૌથી પોપ્યુલર કપલ્સમાંના એક સૈફ અલી ખાન અને કરીના કપૂર તાજેતરમાં જ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા. બંને ફેમિલી ડિનર માટે આવ્યા હતા જ્યાં તેમની સાથે કરિશ્મા કપૂર અને કાકા કુણાલ કપૂર પણ હતા. આ બધા ડિનર પછી રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. બધા ખૂબ જ સારા મૂડમાં હતા.

ખાસ કરીને કરીના સૈફની કોઈ વાત પર હસતી જોવા મળી હતી. આ દરમિયાન કરીનાએ કુણાલ કપૂર સાથે પોઝ પણ આપ્યા હતા. જ્યારે કરીના કપૂરે સફેદ કુર્તા અને ટ્રાઉઝરમાં તો તેના કાકા કુણાલ કપૂર પઠાણી સૂટમાં દેખાયા હતા. જ્યારે સૈફ બ્લેક શર્ટ અને ડેનિમમાં જોવા મળ્યો હતો. કરિશ્મા બ્લેક ટોપ, સ્કર્ટ અને બ્લેક હીલ્સમાં જોવા મળી હતી.

ડિનરની મજા માણતી વખતે કરિશ્માએ તેની સોશિયલ મીડિયા સ્ટોરીમાં રેસ્ટોરન્ટની અંદર લીધેલી કેટલીક તસવીરો પણ શેર કરી હતી. એકમાં તેણે પોતાના ફેવરિટ ફૂડનો ફોટો શેર કર્યો અને લખ્યુ લોલો લવ્સ. બીજી તસવીરમાં તે લિફ્ટમાં સેલ્ફી લેતી જોવા મળી હતી. આ તસવીર શેર કરતા કરિશ્માએ લખ્યું, લાંબા સમય બાદ લિફ્ટી.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કરિશ્મા આગામી સિરીઝ બ્રાઉનમાં જોવા મળશે. આ સિવાય તે ડિરેક્ટર હોમી અદાજાનિયાની ફિલ્મ મર્ડર મુબારકમાં જોવા મળશે, જેમાં સારા અલી ખાન પણ છે. ત્યાં સૈફની આગામી ફિલ્મ આદિપુરુષ છે, જેમાં તે રાવણના રોલમાં જોવા મળશે. કરિના તબ્બુ, કૃતિ સેનન અને દિલજીત દોસાંઝ સાથે ફિલ્મ ક્રૂમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે સુજોય ઘોષની એક થ્રિલર ફિલ્મ પણ છે,

જેમાં વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ જોવા મળશે. આ સિવાય તે હંસલ મહેતાની ફિલ્મમાં જોવા મળશે જેનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. જણાવી દઈએ કે હાલમાં જ કરીના કપૂર પોતાના એક વીડિયોને કારણે ટ્રોલર્સના નિશાના પર આવી હતી. વાસ્તવમાં, તેણે એરપોર્ટથી બહાર નીકળતી વખતે એક મહિલા ફેન કે જે કરીના સાથે સેલ્ફી લેવા માગતી હતી તેને ઇગ્નોર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina