એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહને દાઢે વળગ્યો ગુજરાતી સ્વાદ, અમદાવાદના રેસ્ટોરેંટમાં માણ્યો ગુજરાતી થાળીનો આનંદ

બોલિવુડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તેના અભિનયથી લોકોનું દિલ જીત્યું છે, ત્યાં તેની ક્યૂટ સ્માઇલ પણ દરેકને તેના દિવાના બનાવે છે. ખૂબસુરત અભિનેત્રી પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના દિલની ધડકન કેવી રીતે વધારવી તે જાણે છે. હાલમાં જ રકુલ પ્રીત સિંહને અમદાવાદમાં એક ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવી હતી.

આ દરમિયાન રકુલે અસલી ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હતો અને રકુલ ઘણી ખુશ પણ જોવા મળી હતી. જણાવી દઇએ કે, રકુલ પ્રીત સિંહ ખાણીપીણીની શોખિન છે અને તે ઇવેન્ટ દરમિયાન એક ખૂબ જ પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં પહોંચી હતી. જ્યાંથી તેની તસવીરો અને એક વીડિયો સામે આવ્યો. તસવીરો જોતા લાગી રહ્યુ છે કે, રકુલ ગુજરાતી થાળીનો કેવો આનંદ માણી રહી છે.

રકુલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી ચાહકોને પોતાના જીવનની અપડેટ આપતી રહે છે. હાલમાં જ હસીનાએ એવી તસવીરો શેર કરી હતી જે ખૂબ જ ગ્લેમરસ હતી. હસીના રેડ લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. રકુલ પ્રીત સિંહે તેના ઈન્સ્ટાગ્રામ આ લહેંગામાં તસવીરો શેર કરી હતી. આ દરમિયાન તે એથનિક લુકમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bombay Times (@bombaytimes)

Shah Jina