...
   

આશીષ વિદ્યાર્થી પાસે કુલ કેટલી સંપત્તિ છે ? બીજી પત્ની રૂપાલી બરુઆ પણ કરે છે સારી કમાણી

દિગ્ગ્જએ વિલન પાસે કુલ અધધધધ સંપત્તિ છે, જુવાન અને નવી પત્ની રૂપાલી પાસે કરોડો છે, જુઓ

Aashish Vidyarthi net worth: બોલિવૂડ એક્ટર આશિષ વિદ્યાર્થીને કોઈ ઓળખની જરૂર નથી. ગુરુવારે હિન્દી ફિલ્મોના વિલન સોશિયલ મીડિયા પર અચાનક હેડલાઇન્સમાં આવી ગયા, જેનું કારણ કોઈ ફિલ્મ નહિ પણ તેમના બીજા લગ્ન છે. આશિષ વિદ્યાર્થિનીએ 60 વર્ષની ઉંમરે આસામની રહેવાસી રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર, રૂપાલી એક ફેશન સેક્ટર સાથે જોડાયેલી છે, તેની કોલકાતામાં એક અપસ્કેલ ફેશન સ્ટોર છે.

બંનેની નેટવર્થ કરોડોમાં છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેતા આશિષ વિદ્યાર્થીએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ ફિલ્મોમાં પણ અભિનય કરીને મોટી કમાણી કરે છે. અહેવાલો અનુસાર, અભિનેતાની નેટ વર્થ લગભગ $10 મિલિયન એટલે કે લગભગ રૂ.82 કરોડ છે.

અભિનેતાની માસિક આવકની વાત કરીએ તો 10 લાખ રૂપિયાથી વધુ છે. તેઓ એક ફિલ્મમાં કામ કરવા માટે 25 લાખથી 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેણે અત્યાર સુધીમાં 11 અલગ-અલગ ભાષાઓમાં લગભગ 200-300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. આશિષ વિદ્યાર્થીએ પહેલા લગ્ન ભૂતકાળની અભિનેત્રી શકુંતલા બરુઆની પુત્રી રાજોશી બરુઆ સાથે કર્યા હતા. ત્યારે હવે 60 વર્ષની ઉંમરે તેમણે રૂપાલી બરુઆ સાથે બીજા લગ્ન કર્યા છે.

આશીષ વિદ્યાર્થીએ રૂપાલી બરુઆ સાથે લગ્ન બાદ કહ્યુ કે, જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવું એ એક અસાધારણ લાગણી છે. લગ્ન 25 મે ગુરુવારે એક સાદા સમારંભમાં થયા હતા, જેમાં માત્ર થોડા નજીકના લોકો જ હાજર હતા. અહેવાલો અનુસાર, રૂપાલી બરુઆની કુલ સંપત્તિ લગભગ $1 મિલિયન એટલે કે લગભગ 8 કરોડ રૂપિયા છે.

રૂપાલીની આવક મુખ્યત્વે તેના મોડેલિંગ અસાઇનમેન્ટ્સ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને સોશિયલ મીડિયા દ્વારા થાય છે. તે એક પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્રભાવક પણ છે. બોલિવૂડમાં ખલનાયકની ભૂમિકાઓ માટે જાણીતા આશિષ વિદ્યાર્થીની કારકિર્દી 1986માં શરૂ થઇ. તેમણે હિન્દી સિવાય તેલુગુ, તમિલ, કન્નડ, મલયાલમ, અંગ્રેજી, ઉડિયા, મરાઠી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યુ.

Shah Jina