IPL Final 2023 GT Vs CSK Reserv Day : IPL 2023ની ફાઈનલ મેચ ગઇકાલના રોજ 29 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની હતી, પરંતુ ચાર વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ આ મેચ રમે એ પહેલા જ ધોધમાર વરસાદે મજા બગાડી નાખી. જે બાદ મેચ રિઝર્વ ડેમાં ગઈ. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં GT vs CSK આમનેસામને ટકરાશે. IPLના 15 વર્ષના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ ફાઈનલ મેચ રિઝર્વ-ડેમાં ગઈ હોય.
આઈપીએલની છેલ્લી 15 સિઝનમાં રમાયેલી ફાઈનલ મેચો નિર્ધારિત દિવસે જ પૂર્ણ થઈ હતી અને તે તમામ મેચોમાં વરસાદ કે અન્ય કારણોસર અડચણ પણ નહોતી આવી. જો કે, ગઇકાલે ધોધમાર વરસાદને પગલે ફાઇનલ મેચ રિઝર્વ-ડેમાં ગઇ. આજે ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે અને ટોસનો સમય 7 વાગ્યાનો રહેશે. પરંતુ આજે પણ વરસાદના એંધાણ વચ્ચે ફરી એકવાર મેચ યોજાશે કે નહીં તે અંગે શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે.
ગઇકાલે અમદાવાદમાં 2 ઈંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો અને તેમાં પણ મોટેરામાં સતત વરસાદને કારણે રવિવારના દિવસે મેચ રદ્દ થઇ અને ફાઈનલ માટે એક દિવસ રિઝર્વ રાખવામાં આવ્યો. જો કે, આજે એટલે કે સોમવારે પણ અમદાવાદમાં વરસાદ થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આજે સવારે વાદળછાયું વાતાવરણ હતુ અને ગઈકાલના રોજ જે વરસાદ વરસ્યો તે ખૂબ જ ધોધમાર હતો.
સવારના 5.30 વાગ્યે શહેરના હવામાનના આંકડા રજૂ કરવામાં આવ્યા, જેમાં 91 ટકા ભેજનું પ્રમાણ રહ્યું, જે દિવસ દરમિયાન ગરમીના કારણે ઘટી શકે છે. પણ વરસાદની સંભાવના હજુ પણ જોવાઈ રહી છે. સવારે મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું અને હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે.
આ સિવાય મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ભાવનગર તેમજ સુરેન્દ્રનગર, અમરેલી અને આણંદ, વડોદરાનો પણ સમાવેશ થાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યુ કે શું રિઝર્વ ડે પર પણ IPL ફાઇનલ રમાય છે કે કેમ.
🚨 NEWS 🚨#TATAIPL 2023 Final rescheduled To Monday, May 29th at 7:30PM IST.
Details 🔽 #Final | #CSKvGT https://t.co/yoiO1s94TH pic.twitter.com/L57Zj4rQrF
— IndianPremierLeague (@IPL) May 28, 2023