આમિર ખાનની દીકરીનો રોલ નિભાવી ફેમસ થઇ હતી ફાતિમા સના શેખ, બંનેના અફેરની ખબરો બાદ હવે લગ્નને લઇને થયો ચોંકાવનારો ખુલાસો

દીકરીની ઉંમરની સુંદર હિરોઈન ફાતિમા સાથે લગ્ન કરશે આમિર?? આ એક્ટરે કર્યો મોટો ખુલાસો

KRK On Aamir khan Fatima Sana Shaikh: ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા બોક્સ ઓફિસ પર ફ્લોપ ગયા બાદ આમિર ખાન લાઈમલાઈટથી દૂર હતો. પરંતુ હવે ફરી એકવાર અભિનેતા લાઈમલાઈટમાં આવ્યો છે. આમિર ભલે આ વખતે તેની કોઈપણ ફિલ્મને કારણે લાઈમલાઈટમાં નથી, પરંતુ તે એક્ટ્રેસ ફાતિમા સના શેખ સાથે પિકલ બોલ રમવાને લઇને લાઈમલાઈટમાં છે.

દંગલ ગર્લ ફાતિમા સના શેખ સાથે આમિર ખાનનો વીડિયો આવતાની સાથે જ વાયરલ થઈ ગયો અને ફરી તેમના ડેટિંગના સમાચારો વહેતા થયા. આ દરમિયાન અભિનેતા અને ફિલ્મ સમીક્ષક કમલ રાશિદ ખાન એટલે કે KRK એ સનસનીખેજ દાવો કરીને બધાને ચોંકાવી દીધા છે. KRKએ ગુરુવારે ટ્વીટ કરી લખ્યુ- બ્રેકિંગ ન્યૂઝ, આમિર ખાન ટૂંક સમયમાં તેની દીકરીની ઉંમરની ફાતિમા સના શેખ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે.

દંગલ ફિલ્મના સમયથી આમિર ફાતિમાને ડેટ કરી રહ્યો છે. કેઆરકેના આ દાવાથી દરેક લોકો આશ્ચર્યચકિત છે. એક યૂઝરે પોસ્ટ પર લખ્યું કે, વિશ્વાસ નથી આવતો. એકે કેઆરકેની મજાક ઉડાવતા લખ્યું, “આટલા મોટા સમાચાર આપવા માટે કેઆરકેને અભિનંદન.” તમને જણાવી દઈએ કે ફાતિમા સના શેખ અને આમિર ખાન ફિલ્મ દંગલમાં સાથે જોવા મળ્યા હતા.

ફિલ્મમાં આમિરે ફાતિમાના પિતાનો રોલ કર્યો હતો. આ પછી બંને મોટા પડદા પર ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનમાં પણ સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બાદ તેમના ડેટિંગના સમાચાર આવવા લાગ્યા હતા. જો કે આમિર અને ફાતિમાએ અત્યાર સુધી આવા અહેવાલો પર કંઈ કહ્યું નથી.

આ અફવાઓને વધુ બળ ત્યારે મળ્યું જ્યારે આમિર ખાને 16 વર્ષ પછી પત્ની કિરણ રાવ સાથે છૂટાછેડા લેવાનો અને તેનાથી અલગ થવાનો નિર્ણય લીધો. હવે ફરી એક વખત બંનેનો પિકલ બોલ રમતાનો વીડિયો સામે આવ્યા બાદ તેમના રિલેશનશિપની ખબરોએ જોર પકડ્યુ છે.

ફાતિમા અભિનેતાના પરિવારની ખૂબ જ નજીક છે. તેની મિત્ર અને આમિર થાનની દીકરી આઇરા ઘણીવાર સાથે જોવા મળે છે. ફાતિમા આઇરાની સગાઈમાં પણ જોવા મળી હતી. સગાઈની તસવીરોમાં આઇરા અને ફાતિમા વચ્ચે ખૂબ જ ઊંડું બોન્ડિંગ જોવા મળ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

Shah Jina